શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લંડનના બારમાં સાડી પહેરીને પહોંચી આ બોલિવૂડ એક્ટ્રેસ, યૂઝર્સે કરી આવી કોમેન્ટ....
નીના ગુપ્તાની ફીમેલ ફેન્સ તેની સાડીના વખાણ કરી રહી છે, તો મેલ ફેન્સ તેની આ સ્ટાઈલને હોટ કહી રહ્યા છે.
નવી દિલ્હીઃ 60 વર્ષની ઉંમર સુધી આવતા આવતા લોકો ફેશનથી દૂર થઈ જાય છે અને એક સિંપલ લાઈફ જીવવા લાગે છે. પરંતુ બોલિવૂડ એક્ટ્રેસ નીના ગુપ્તા પોતાની તસવીરોથી એ સાબિત કરે છે કે ઉંમર કોઈપણ હોય હંમેશા જવાન રહેવું જોઈએ. નીના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પોતાની નવી નવી સવીરો તે ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. હાલમાં જ નીનાએ પોતાની સાડી સાથેની એક તસવીર શેર કરી છે જેને જોઈને યૂઝર્સ તેના દીવાના થઈ ગયા છે.
નીના ગુપ્તાની આ તસવીર લંડનના એક બારની છે. તસવીરની સૌથી ખાસ વાત એ છે કે નીના કોઈ ગ્લેમરસ ડ્રેસઅપ નહીં પરંતુ સાડીમાં જોવા મળી. નીનાએ ઓરેન્જ-પિંક કલરની સાડી પહેરી છે અને વાળ ખુલ્લા રાખ્યા છે.
નીના ગુપ્તાની ફીમેલ ફેન્સ તેની સાડીના વખાણ કરી રહી છે, તો મેલ ફેન્સ તેની આ સ્ટાઈલને હોટ કહી રહ્યા છે. નીના ગુપ્તા પોતાના કોઈ પ્રોફેશનલ કામને લઈને હાલ લંડનમાં છે. થોડા દિવસ પહેલા એક્ટ્રેસને નેક લાઈન, થાઈહાઈ સ્લિટ ડ્રેસને લઈને સવાલ કરવામાં આવ્યો હતો તો તેણે કહ્યું કે મને યંગ રોલ કરવા તો ન મળ્યા. પરંતુ હું ખુશ છું કે ભગવાને મને સારૂં શરીર આપ્યું છે. ફેશનને લઈને હું હંમેશા કોન્શિયસ રહું છું. મારી હોટ તસવીરોને કોમેન્ટ પણ સારી મળે છે. તમને જણાવીએકે, નીનાએ વિતેલા વર્ષે ફિલ્મ ‘બધાઈ હો’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં નીનાએ આયુષ્માન ખુરાનાની માતાની ભૂમિકા ભજવી હતી, જે એવી ઉંમરે માતા બને જ્યારે તેની ઉંમર ઘરમાં પુત્રવધુ લાવવાની હોય છે. આયુષ્માન ખુરાનાની આ ફિલ્મ મોડા પડદે હિટ રહેવાની સાથે સાથે નીના ગુપ્તાની ભૂમિકાની પણ ખૂબ ચર્ચા થઈ હતી.View this post on InstagramPosing at this lovely bar @luxury_mayfair_ltd #traveldiaries #London #Londontrip
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion