શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ એક્ટ્રેસ લગ્ન પહેલા રહેશે લિવ ઈનમાં, સાસુ એ જ વ્યક્ત કરી ઈચ્છા
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવૂડના સૌથી ક્યૂટ કપલ ગણાય ચે. બન્ને મોટેભાગે સાથે સમય વિતાવતા જોવા મળ્યા છે.
નવી દિલ્હીઃ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવૂડના સૌથી ક્યૂટ કપલ ગણાય ચે. બન્ને મોટેભાગે સાથે સમય વિતાવતા જોવા મળ્યા છે. થોડા દિવસ પહેલા જ અહેવાલ હતા કે આલિયા અને રણબીર લિવ ઈનમાં રહેવાની તૈયારી કરી રહ્યા છે. લગ્ન પહેલા બન્ને એક બીજાને સારી રીતે સમજવા માટે સાથે રહેશે. મજાની વાત તો એ છે કે આ કપલની સાથે રહેવાનું કારણ રણબીરની માતા નીતૂ કપૂર છે.
હાલ રણબીર કપૂર પોતાના પેરેન્ટ્સ સાથે બ્રાંદ્રામાં રહે છે. સૂત્રો અનુસાર, નીતૂ કપૂરે રણબીર કપૂરને આલિયા ભટ્ટ સાથે રહેવાની સલાહ આપી છે. માતાના સૂચન બાદ રણબીર અને આલિયાએ નવા એપાર્ટમેન્ટની શોધખોળ શરૂ કરી દીધી છે. હાલમાં જ રણબીર-આલિયાની સાથે નવી પ્રોપર્ટીની તલાશ કરતો હોય તેવો ફોટો પણ સામે આવ્યો હતો.
લિવ-ઈનમાં રહેવાની અહેવાલ પર મૌન તોડતાં આલિયાએ કહ્યું હતું કે, અમે બંને ઓફિસ માટે નવી પ્રોપર્ટી જોવા ગયા હતા. આ પ્રોપર્ટી મારા નવા પ્રોડક્શન હાઉસ ઈટરનલ સનશાઈન પ્રોડક્શન માટે હશે.
રણબીર અને આલિયાના પ્રેમની ચર્ચા ચારેબાજુ ચાલી રહી છે. હાલમાં જ થયેલાં એક એવોર્ડ શોમાં બંને બચ્ચેની નિકટતા જોવા મળી હતી. એક એવોર્ડ શોમાં આલિયાએ બધાની વચ્ચે રણબીર કપૂર માટે પોતાના પ્રેમનો સ્વીકાર કર્યો હતો. એવોર્ડ લીધા બાદ સ્પીચ આપતાં આલિયાએ રણબીરને ‘આઈ લવ યુ’ કહ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement