શોધખોળ કરો
Advertisement
લગ્નની અફવાઓ વચ્ચે ગોવાના Beach પર સાથે જોવા મળ્યું આ સ્ટાર કપલ
બંનેએ ગોવાના બીચ પર મસ્તી પણ કરી. જેની તસવીરો પણ નેહાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે.
મુંબઈઃ સિંગગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલની જજ એવી નેહા કક્કડ હાલ શોના હોસ્ટ આદિત્ય નારાયણ સાથે ગોવામાં રજા માણી રહી છે. અને તેણીએ પોતાની આદિત્ય નારાયણ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ મૂકી છે. જે પછી લોકો તેમની લવ સ્ટોરી શરૂ થઇ ગઇ છે તેમ માની રહ્યા છે. આ તસવીરોમાં બંનેના ચહેરાની ખુશીને જોઇને લાગી રહ્યું છે કે બંને એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે. અને બંનેએ ગોવાના બીચ પર મસ્તી પણ કરી. જેની તસવીરો પણ નેહાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે.
આ તસવીરોમાં બંનેના ચહેરાની ખુશીને જોઇને લાગી રહ્યું છે કે બંને એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે. બંનેએ ગોવાના બીચ પર મસ્તી પણ કરી. જેની તસવીરો પણ નેહાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે. ઇન્ડિયન આઇડલના સેટ પર હંમેશા આદિત્ય અને નેહાના લવ અફેરની ચર્ચાઓ લોકોનું ધ્યાન ખેંચે છે. હાલમાં જ આદિત્ય નેહાને પ્રપોઝ કરતા પણ નજરે પડ્યો હતો. વળી આદિત્ય નારાયણના પિતા ઉદિત નારાયણે આદિત્ય માટે નેહા બેસ્ટ છે તેમ જણાવી ચૂક્યા છે.
નેહા સાથે તેનો નાનો ભાઇ ટોની કક્કડ પણ ગોવામાં તેમની સાથે છે. ટૂંક સમયમાં તેનો વીડિયો આલ્બમ પણ બહાર આવવાનો છે તે વાત ખુદ નેહા કક્કડે સોશિયલ મીડિયા પર જણાવી ચૂકી છે. હવે જોવાનું રહેશે કે નેહા અને આદિત્યની આ લવ સ્ટોરી કેટલી આગળ પહોંચે છે. ઉલ્લેખનીય રિયાલિટી શો ઇન્ડિયન આઇડલમાં લાંબા સમયથી નેહા કક્કડ સાથે આદિત્ય ફલર્ટિંગ કરતો નજરે પડે છે. જો કે ઉદિત નારાયણે નેહાને વહૂ તરીકે બેસ્ટ ઓપ્શન જાહેર કરતા આ વાતને તૂત પકડ્યું છે. અને શોમાં બંને ખુલ્લેઆમ એકબીજા સાથે ફલર્ટ કરતા નજરે પડે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement