શોધખોળ કરો
Advertisement
આ એક શરત પર નેહા કક્કડ હવે બનશે એક્ટ્રેસ, ફિલ્મોમાં નસીબ અજમાવવાને લઈને કર્યો મોટો ખુલાસો
નેહા કક્કડને વીડિયો સોંગમાં જોરદાર સફળતા મળતી જોવા મળી રહી છે. જેના કારણે જ તે એક્ટિંગ અને ફિલ્મોને લઇને ઉત્સાહિત થઇ છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝની સૌથી જાણીતી ગાયક નેહા કક્કડે ખુદને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. તેણે ફિલ્મોમાં કામ કરવાની વાત કહી છે. નેહા કક્કડનું કહેવું છે કે તે એક શરત પર ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવશે અને તે તે છે ફિલ્મનું હિટ હોવું.
નેહા કક્કડે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હજુ સુધી જે ગાયકોએ ફિલ્મમાં પોતાનું નસીબ અજમાવ્યું છે તે સફળ નથી થયા. એવામાં જો હું કંઈક આવું કરું તો એ વાત પર પૂરતું ધ્યાન આપીશ કે ફિલ્મ હિટ જાય, ત્યારે જ ફિલ્મ કરીશ, બાકી એ ફિલ્મને હું હાથ નહીં લગાવું. હું કરવા ખાતર ફિલ્મ નહીં કરું. જ્યારે મને લાગશે કે આ ફિલ્મ હિટ થશે, ત્યારે જ તેમાં મારું નસીબ અજમાવીશ. હવે જોવાનું એ છે કે નહા કક્કડના હાથમાં કઈ ફિલ્મનો પ્રોજેક્ટ આવે છે.
હાલમાં જ હિમેશ રેશમિયાની હેપ્પી હાર્ડ એન્ડ હીર કે પછી બાદશાહની ખાનદાની શફાખાના કે પછી સોનુ નિગમની ફિલ્મ જાની દુશ્મન જ જોઇ લો. સિંગર્સને એક્ટર તરીકે ઓડિયન્સ સ્વીકારી નથી શકતી.
તેવામાં નેહા કક્કડને વીડિયો સોંગમાં જોરદાર સફળતા મળતી જોવા મળી રહી છે. જેના કારણે જ તે એક્ટિંગ અને ફિલ્મોને લઇને ઉત્સાહિત થઇ છે.
હવે જોવાનું તે રહ્યું કે શું નેહા કક્કડને આવી કોઇ હિટ ફિલ્મ આવનારા સમયમાં મળે છે. અને શું તે આવી ફિલ્મ દ્વારા બોક્સ ઓફિસ છવાઇ જાય છે? કે પછી સોનુ, મિકા, હિમેશ, બાદશાહ જેવા નામી સિંગર્સની જેમ દ્રાક્ષ ખાટી છે માનીને મન મનાવે છે તે જોવું રહ્યું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
આરોગ્ય
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion