શોધખોળ કરો
Advertisement
આ એક્ટ્રેસે તસવીરો પોસ્ટ કરી ફતવાનો જડબાતોડ જવાબ આપ્યો
જોકે નુસરત જહાંએ ફતવા મામલે જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે કહ્યું કે, મારો ધર્મ મુસ્લિમ છે અને હું મુસ્લિમ જ રહીશ પરંતુ મારી આસ્થા કપડા અને પહેરવહેશથી વિશેષ ઉપર છે.
નવી દિલ્હીઃ ટીએમસી કોંગ્રેસની સાંસદ નુસરત જહાં હાલમાં વિવાદોમાં ઘેરાયેલી છે. હાલમાં જ નુસરતે બોયફ્રેન્ડ નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ 25 જૂનના રોજ નુસરત પ્રથમ વખત સંસદ પહોચી અને શપથ લીધા હતા. આ દરમિયાન તેણે ગળામાં મંગળસૂત્ર અને માંગમાં સિંદૂર ચર્ચાનો વિષય બની ગયા. જેના કારણે નુસરત વિરૂદ્ધ દેવબંદના ધર્મગુરુઓએ ફતવો જારી કર્યો હતો. તેમનું કહેવું છે કે, મુસ્લિમ યુવતીઓએ માત્ર મુસ્લિમ યુવક સાથે જ નિકાહ કરવા જોઈએ.
જોકે નુસરત જહાંએ ફતવા મામલે જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે કહ્યું કે, મારો ધર્મ મુસ્લિમ છે અને હું મુસ્લિમ જ રહીશ પરંતુ મારી આસ્થા કપડા અને પહેરવહેશથી વિશેષ ઉપર છે.
તેમ છતાં નુસરતે ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરી છે. તેમાં લગ્નનના પહેરવહેશમાં નુસરત જોવા મળી છે. તેણે આ તસવીરો મૂકી આડકતરી રીતે ફતવો બહાર પાડનારા લોકોને જવાબ આપ્યો છે.
નુસરતની આ તસવીરો સોશિયલ મીડિયામાં વારઇલ થઈ રહી છે. આ તસવીરોના સમર્થનમાં અનેક લોકો આવ્યા છે. જ્યારે કેટલાકા લોકો તેનો વિરોધ પણ કરી રહ્યાં છે.
અગાઉ નુસરતે ટ્વીટર પર લખ્યું હતું કે હું વિવિધતામાં એકતા વાળા ભારતનું પ્રતિનિધીત્વ કરૂ છું જે જાતિ, ધર્મના બંધનોથી આગળ છે. અમે તમામ ધર્મનું સન્માન કરીએ છીએ. હું મુસ્લિમ છું, મુસ્લિમ જ રહીશ.
નુસરતે 19મી જૂને પ્રેમી નિખીલ સાથે હિંદુ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. નુસરત અને નિખીલના લગ્ન તુર્કીના ઇસ્તાનબુલમાં થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
દુનિયા
Advertisement