શોધખોળ કરો
ક્યારેક વજનના કારણે ટ્રોલ થતી હતી આ હોટ એક્ટ્રેસ, હવે ફ્લેટ ટમી ફ્લોન્ટ કરતી નજર આવી, જુઓ તસવીરો
બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા જલ્દીજ બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલની બાયોપિકમાં નજર આવનારી છે. આ ફિલ્મ માટે તે લાંબા સમયથી તૈયારી કરી છે.

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા જલ્દી જ બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલની બાયોપિકમાં નજર આવનારી છે. આ ફિલ્મ માટે પરિણીતી લાંબા સમયથી તૈયારી કરી છે અને જીમમાં ખૂબ પરસેવો પાડી રહી છે. જિમની બહારની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં પરિણીતીનું ફિટનેસ જોઈને તમે પણ દંગ રહી જશો. પરિણીતી ક્યારેક તેના વજનના કારણે ટ્રોલ થતી રહી છે પરંતુ હાલ તેણે પોતાની બોડીને એટલી સ્લીમ બનાવી દીધી છે કે તેને જોઈને તમને પણ વિશ્વાસ નહીં આવે. જે તસવીરો સામે આવી છે તેમાં પરીણિતી પોતાનું ફ્લેટ ટમી ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. પરીના આ લુકને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
આ સિવાય પરિણીતી હૉલિવૂડની ફિલ્મ ધ ગર્લ ઑન ધ ટ્રેનની હિંદી રિમેકમાં પણ નજર આવશે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચુક્યું છે અને હવે તેનું સંપૂર્ણ ધ્યાન સાયના નેહવાલ બાયોપિક પર છે.(સૌજન્ય-ઇન્સ્ટાગ્રામ)View this post on Instagram
View this post on Instagram
વધુ વાંચો




















