શોધખોળ કરો
Advertisement
રીલિઝ થયાના થોડા કલાકો બાદ લીક થઇ પ્રભાસની ફિલ્મ સાહો
શ્રદ્ધા કપૂરે ફિલ્મ રીલિઝ થયાના કેટલાક કલાકમાં જ ફિલ્મને લઇને લોકોને વિનંતી કરી હતી કે તે તેની ફિલ્મ પોતાના નજીકના થિયેટરમાં જઇને જોવે અને પાયરેસીને સપોર્ટ ના કરે.
મુંબઇઃ સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ સાહો રીલિઝ થઇ ગઇ છે. દેશભરમાં લોકોમાં ફિલ્મને લઇને ભારે ઉત્સાહ છે. ફિલ્મના એક્શન સીન્સની પ્રશંસા કરવામાં આવી રહ્યા છે. પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની એક્ટિંગની પણ વખાણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ફિલ્મ માટે રીલિઝની સાથે એક ખરાબ સમાચાર આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં ફિલ્મ રીલિઝના કેટલાક કલાકોની અંદર જ તમિલ રોકર્સે સાહોને લીક કરી દીધી છે. શ્રદ્ધા કપૂરે ફિલ્મ રીલિઝ થયાના કેટલાક કલાકમાં જ ફિલ્મને લઇને લોકોને વિનંતી કરી હતી કે તે તેની ફિલ્મ પોતાના નજીકના થિયેટરમાં જઇને જોવે અને પાયરેસીને સપોર્ટ ના કરે.
પરંતુ ફિલ્મોને લીક કરવા માટે કુખ્યાત તમિલ રોકર્સે રીલિઝના કેટલાક કલાકો બાદ જ સાહો ફિલ્મને ઓનલાઇન લીક કરી દીધી હતી. તમિલ રોકર્સે ગેરકાયદેસર રીતે આ ફિલ્મ ડાઉનલોડ કરી હોય તેવી સંભાવના છે.
350 કરોડના બજેટથી બનેલી સાહો ફિલ્મ લીક થવાના કારણે તેને નુકસાન થયાની આશંકા છે. ફિલ્મને સારા રિવ્યૂ મળી રહ્યા છે. ફિલ્મમાં પ્રભાસ અને શ્રદ્ધાની જોડીને પણ પસંદ કરવામાં આવી રહી છે. હિંદી સિવાય આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રીલિઝ કરાઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement