શોધખોળ કરો
Advertisement
આ હોટ એક્ટ્રેસ સાથે અફેરને લઈને ‘પ્રભાસે તોડ્યું મૌન, કહ્યું- અમારી વચ્ચે રોમાન્સ....
પ્રભાસને જ્યારે અનુષ્કાને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે પ્રભાસે હસતા હસતા કહ્યુ હતુ કે અનુષ્કા અને હું ખુબ સારા મિત્ર છીએ.
નવી દિલ્હીઃ સાઉથના સુપરસ્ટાર પ્રભાર પોતાની નવી ફિલ્મ સાહોને લઈને ચર્ચામાં છે. અંદાજે 350 કરોડના બજેટની આ એક્શન થ્રિલર ફિલ્મ 30 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. ઉપરાંત તે અનુષ્કા શેટ્ટીની સાથે રિલેશનશિપને લઈને પણ ચર્ચામાં છે. હાલમાં ચર્ચા હતી કે પ્રભાસ અને અનુષ્કા લોસ એન્જેલસમાં એક શાનદાર ઘરની શોધમાં છે. ઉપરાંત એવા પણ અહેવાલ હતા કે પ્રભાસે અનુષ્કા માટે સાહોનું શાનદાર સ્પેશિયલ સ્ક્રીનિંગની વ્યવસ્થા કરી હતી. હવે અનુષ્કાની સાથે રિલેશનશિપના અહેવાલ પર પ્રભાસે મૌન તોડ્યું છે અને કહ્યં કે, અમે માત્ર સાતા ફ્રેન્ડ છીએ.
પ્રભાસને જ્યારે અનુષ્કાને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે પ્રભાસે હસતા હસતા કહ્યુ હતુ કે અનુષ્કા અને હું ખુબ સારા મિત્ર છીએ. અમે સુખ દુખમાં એકબીજાની સાથે અડીખમ ઉભા રહીએ છીએ. અમારી વચ્ચે ખરેખર જો રોમાન્સ જેવુ કંઈ હોત તો 2 વર્ષ સુધી આ રીતે અમે રહ્યા હોત ખરા? પ્રભાસે કહ્યુ કે મને આ અંગે વારંવાર સવાલો પુછવામાં આવ્યા હતા આજ સુધી હુ ચુપ જ હતો કેમકે જાણતો હતો કે સત્ય શું છે.
પ્રભાસે આગળ કહ્યું કે, હું ગ્લેમર વર્લ્ડમાં કામ કરુ છું તો આવી અફવાઓ ફેલાઈ એમાં કંઈ નવું નથી લાગતું. કરણ જૌહરના શોમાં પણ આ જ સવાલ પુછાયો હતો ત્યારે મારા સાથી કલાકાર અને ડિરેક્ટર રાજામૌલી અને રાણા દગ્ગુબાટીએ આનો જવાબ આપ્યો હતો. તેમણે પણ આ વાતને લઈને કહ્યુ હતુ કે આવુ ખરેખર કંઈ નથી.
આ પહેલા પણ એક ઈન્ટરવ્યૂ દરમિયાન અનષ્કા શેટ્ટીને જ્યારે પ્રભાસ અંગે પુછ્યુ ત્યારે અનુષ્કાએ પણ કહ્યુ હતુ કે અમે લોકો લગ્ન કરવાના નથી, કેમકે બાહુબલી અને દેવસેનાની કેમેસ્ટ્રી માત્ર અને માત્ર સ્ક્રીન પર જ છે રિયલ લાઈફમાં એવુ કશું જ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement