શોધખોળ કરો
Advertisement
પ્રભાસની આગામી ફિલ્મ 'રાધેશ્યામ'નું પ્રથમ પોસ્ટર થયું રિલીઝ, સોશિયલ મીડિયા પર થઈ રહ્યું છે ટ્રેંડ
રાધે શ્યામ ફિલ્મના ફર્સ્ટ લુકમાં પૂજા હેગડે અને પ્રભાસનો રોમેન્ટિક લૂક જોવા મળી રહ્યો છે. પૂજાએ રેડ કલરના ગાઉનમાં છે, જ્યારે પ્રભાસ લાઇટ ક્રીમ બ્લેઝરમાં જોવા મળી રહ્યો છે.
મુંબઈ: સાઉથના સુપરસ્ટાર પ્રભાસની પ્રભાસ 20 રાધેશ્યામનું ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યું છે. પ્રભાસે પોતાના ફેન્સને આ ખુશખબર આપ્યા છે. સોશિયલ મીડિયા પર તે ખૂબ ટેન્ડ્ર કરી રહ્યું છે. ટ્વિટર પર હેશટેગ સાથે પ્રભાસ 20 ટ્રેન્ડ કરી રહ્યું છે. રાધે શ્યામ ફિલ્મના ફર્સ્ટ લુકમાં પૂજા હેગડે અને પ્રભાસનો રોમેન્ટિક લૂક જોવા મળી રહ્યો છે. પૂજાએ રેડ કલરના ગાઉનમાં છે, જ્યારે પ્રભાસ લાઇટ ક્રીમ બ્લેઝરમાં જોવા મળી રહ્યો છે.
દુનિયાભરના ફેન્સ પ્રભાસની આગામી ફિલ્મની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રાધેશ્યામ ફિલ્મ રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત છે, જેને ગુલશન કુમાર અને ટીસીરીઝ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. યૂવી ક્રિએશન દ્વારા નિર્મિત આ ફિલ્મનો આજે પ્રભાસ અને પૂજા હેગડેનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે. ફિલ્મના પોસ્ટરમાં પ્રભાસ અને પૂજા એકબીજાની ખૂબ જ નજીક જોવા મળી રહ્યા છે.
ફિલ્મનું પોસ્ટર શેર કરતાં પ્રભાસે લખ્યું - ' મારા બધા ચાહકો તમને, આશા છે કે તમને ગમશે.' આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમમાં રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ તારીખની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement