શોધખોળ કરો
‘ડરપોક છે અમિતાભ બચ્ચન’, સાઉથના આ એક્ટરે લગાવ્યો બિગ બી પર ગંભીર આરોપ
1/5

પ્રકાશ રાજે આગળ કહ્યું કે, કઠુઆ રેપ કોઈ ધર્મ સાથે જોડાયેલો છે એટલે મારા માટે મહત્વપૂર્ણ નથી, પરંતુ મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે તેના કારણે એક સમાજના લોકો જેઓ ત્યાં રહે છે, તેમને ત્યાંથી ભગાડવાની ધમકી મળી રહી છે. પ્રકાશ રાજે આગળ કહ્યું, અને માત્ર એટલા માટે કે આરોપી પાર્ટીનો છે, તમે તેના સમર્થનમાં જાઓ છો. તેના સમર્થનમાં વિરોધ કરો છો. આ યોગ્ય નથી.
2/5

તેના પર સવાલ પૂછવામાં આવ્યો કે અહીંયાં અમિતાભ બચ્ચન કાયર સાબિત થાય છે? તેના જવાબમાં રાજે કહ્યું મને લાગે છે આવું જ થયું છે. તેનાથી મને શું ફાયદો થવાનો, હું તેમને અપીલ કરી રહ્યો છું, મહેરબાની કરીને આગળ આવો. આ મહત્વપૂર્ણ છે, તમે કોઈ પાર્ટીની વિરુદ્ધ નથી બોલી રહ્યા. તમે એક મુદ્દા પર બોલી રહ્યા છો. તમે એક વિચારની વિરુદ્ધ બોલી રહ્યા છો જે દેશ માટે યોગ્ય નથી.
Published at : 12 May 2018 07:57 AM (IST)
View More





















