શોધખોળ કરો
Advertisement
રામલીલાની તુલના ચાઈલ્ડ પોર્ન સાથે કરીને ભરાયો આ બોલિવૂડ એક્ટર, સોશ્યલ મીડિયા પર લોકો ભડક્યા
પ્રકાશ રાજના આ નિવેદન બાદ સોશ્યલ મીડિયા પર લોકો ભડકી ઊઠ્યા છે.
નવી દિલ્હીઃ પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા જાણીતા એક્ટર પ્રકાશ રાજની મુશ્કેલીઓ વધી. તેમણે રામલીલાની તુલના ચાઇલ્ડ પૉર્નથી કરી. અને સાથે જ કહ્યું કે રામલીલાના કારણે અલ્પસંખ્યકોમાં ડરનો માહોલ ઊભો થાય છે. તે પછી સુપ્રીમ કોર્ટના 5 વકીલોને તેમની વિરુદ્ધ ફરિયાદ કરી છે. પ્રકાશ રાજ સામે દિલ્હીના તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ સુપ્રીમ કોર્ટના વકીલ કુલદીપ રાય, વરુણ મિશ્રા, જુગલ કિશોર ગુપ્તા, અભિનવ અને રુમા પાઠકે કરી છે.
પ્રકાશ રાજ એક ચનલના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું કે "આ ખૂબ જ અર્થહિન છે કે હેલિકોપ્ટર એક પુષ્પક વિમાન છે. ત્રણ મૉડલ મેકઅપ કરીને રામ, લક્ષ્મણ અને સીતા બની જાય છે, પછી લોકો તેની પૂજા કરે છે. આ દેશમાં આ બધુ ના દેખાડવું જોઇએ. આ વાહિયાત છે"
પ્રકાશ રાજે એન્કરના સવાલના જવાબમાં કહ્યું હતું કે લોકો આ બધું જોઈને વોટ આપે છે એવું તમે કહો છો તો શું એનો વિરોધ નહીં કરવાનો. લોકો ભલે રામલીલાને સમર્થન આપતા. શું બાળકો પૉર્ન ફિલ્મો જુએ છે તો તમે બાળકોને જોવા દેશો. બન્ને સમાજ માટે હાનિકારક છે.
એન્કરે વળતો સવાલ કરતાં કહ્યું હતું કે તમે રામલીલાની તુલના પૉર્ન ફિલ્મો સાથે કરી રહ્યા છો ત્યારે ઍક્ટરે કહ્યું હતું કે રામલીલા સમાજ માટે યોગ્ય નથી, એનાથી લઘુમતીઓમાં ડરનો માહોલ પેદા થાય છે. મને ખબર છે કે શું સંસ્કૃતિ છે અને શું નથી. મંદિર જવું સંસ્કૃતિ છે, પછી લોકો સામે આવું નાટક શું કામ. રામ, સીતા અને લક્ષ્મણને હેલિકૉપ્ટરથી લાવવા સંસ્કૃતિ નથી.
જોકે પ્રકાશ રાજના આ નિવેદન બાદ સોશ્યલ મીડિયા પર લોકો ભડકી ઊઠ્યા છે. લોકોની ધાર્મિક લાગણી દુભાવવા બદલ તેની ધરપકડની પણ માગણી થઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
શિક્ષણ
ગુજરાત
શિક્ષણ
Advertisement