શોધખોળ કરો
અભિનેત્રી પ્રિતી ઝિંટાના માસિયાઈ ભાઈએ કરી આત્મહત્યા, મળી સુસાઈડ નોટ

નવી દિલ્લી: અભિનેત્રી પ્રિતી ઝિંટાના માસીયાઈ ભાઈ નિતિન ચૌહાને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. મીડિયા રિપોર્ટસ મુજબ 37 વર્ષના નિતિને શિમલામાં આત્મહત્યા કરી છે. મીડિયા રિપોર્ટસ મુજબ પોલીસે બે સુસાઈડ નોટ પણ કબ્જે કરી છે. એક સુસાઈડ નોટ નિતિનની કારમાંથી મળી છે, જ્યારે બીજી સુસાઈડ નોટ તેના ઘરમાંથી મળી છે. બંને સુસાઈડ નોટને ફોરેંસિક તપાસ માટે મોકલવામાં આવી છે. સુસાઈડ નોટમાં નિતિને આત્મ હત્યા માટે સસુરાલ પક્ષને જવાબદાર ગણાવ્યુ છે. જેના કારણે પોલીસે સસુરાલ પક્ષને સુસાઈડ કરવા માટે મજબૂર કરવા મામલે ફરિયાદ નોંધી છે. નિતિને જે બંદૂકથી ગોળી મારી છે તે પોલીસે બરામદ કરી છે. હાલ એ સ્પષ્ટ નથી થયુ કે બંદૂકનું લાઈસેંસ કોના નામ પર છે.
વધુ વાંચો






















