શોધખોળ કરો
Advertisement
પ્રિયા પ્રકાશ વારિયરનો રોમાન્સનો વીડિયો વાયરલ, ટવિટર પર ટ્રેન્ડ થઇ આ એક્ટ્રેસ
વિંક ગર્લના નામથી પોપ્યુલર થયેલી એકટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર એક વખત ફરી ચર્ચામાં છે. તેમનો એક વીડિયો વાયરલ થયો છે.જેના કારણે ટવિટર પર ટ્રેન્ડ થઇ છે. આ વીડિયો તેમની અપકમિંગ ફિલ્મ ચેકના સોન્ગના ટીઝરનો છે. તેમાં તે એક્ટર નિતીનની સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે.
વિક ગર્લની અપકમિંગ ફિલ્મ ચેકના સોન્ગનું ટીઝર લોન્ચ થયું છે. આ સોન્ગનું ટીઝર આવતા જ વાયરલ થઇ ગયું છે. આ સોન્ગનું નામ ‘નિનુ ચુંડાકુંડા’ છે. આ સોન્ગમાં વિંક ગર્લ એકદમ અલગ અંદાજમાં જોવા મળે છે.
ફિલ્મ ચેકના આ સોન્ગનું ટીઝર 49 સેકેન્ડનું છે. આ ટીઝરના કારણે પ્રિયા પ્રકાશ ટવિટર પર ટ્રેડિંગના ટોપમાં આવી છે. ટીઝરમાં તેનો ગ્લેમરશ લૂક જોવા મળે છે. સોન્ગમાં દિલકશ અંદાજમાં ડાન્સના મૂવ પણ જોવા મળે છે. નોંધનિય છે કે, તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ તેમની ડેબ્યુ ફિલ્મ છે. આ ફિલ્મ ઓનલાઇન 26 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.
ફિલ્મ ચેકને ચંદ્રશેખર ચેલતીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં પ્રિયા પ્રકાશની સાથે નિતીન અને રકુલ પ્રિત સિંહ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું રોમેન્ટિક સોન્ગ પ્રિયા પ્રકાશ અને નિતીન પર ફિલ્માવવામાં આવ્યું છે. જેને મ્યુઝિક કલ્યાણી મલિકે આપ્યું છે. 49 સેકેન્ડનું ટીઝર છે. બંને કલાકાર બીચ પર ડાન્સ કરતા અને બાઇક રાઇડ કરતા જોવા મળે છે.ટીઝર લોન્ચ થયાના થોડા કલાકમાં જ આ વીડિયો ટવિટર ટ્રેન્ડ પર આવી ગયો. આ પહેલા પ્રિયા વારિયર તેમની ફિલ્મ ‘ઓરૂ અડાર લવ’માં આંખ મારવાના સીનના કારણે સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
અમદાવાદ
Advertisement