શોધખોળ કરો
Advertisement
પ્રિયંકા-નિકના શાહી લગ્નમાં આ વસ્તુ જ ખુટી ગઈ હતી, નિકના ભાઈએ કર્યો ખુલાસો
પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નને 4 મહિના થઈ ગયા છે. પ્રિયંકા અને નિકના શાનદાર લગ્નથી લઈને અનેક વાતો સામે આવી ચૂકી છે.
નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નને 4 મહિના થઈ ગયા છે. પ્રિયંકા અને નિકના શાનદાર લગ્નથી લઈને અનેક વાતો સામે આવી ચૂકી છે. હાલમાં જ પ્રિયંકા એક શોમાં પહોંચી હતી. અહીં એક સવાલના જવાબમાં પ્રિયંકાએ જમાવ્યું કે, તેના લગ્નમાં નિક રડ્યો હતો.
નિક જોનસ બાદ હવે તેનો ભાઈ જો જોનસ પણ ટૂંકમાં જ લગ્ન કરવા જઈ રહ્યો છે. જો જોનસ ગર્લફ્રેન્ડ સોફી ટર્નર સાથે એક બે મહિનામાં લગ્ન કરશે. લગ્ન પહેલા જોએ એવો ખુલાસો કર્યો છે જે સાંભળીને કદાચ પ્રિયંકાને સારું નહીં લાગે.
મીડિયા રિપોર્ટ મુજબ નિક જોનસના ભાઈ જો જોનસે એક ટીવી શોમાં ખુલાસો કર્યો છે કે પ્રિયંકા ચોપરાની રોયલ વેડિંગમાં એક વસ્તુની ઘણી અછત થઈ હતી. તેમણે કહ્યું કે નાના ભાઈ નિક જોનસ અને પ્રિયંકા ચોપડાના લગ્નમાં બીયરની ઘણી અછત હતી. જોકે મારા લગ્નમાં આવું ફરી ન બને તેનું અમે સંપૂર્ણ ધ્યાન રાખીશું. સૂત્રો મુજબ જો જોનસ થોડા દિવસોમાં ગેમ ઓફ થ્રોન્સની એક્ટ્રેસ સોફી ટર્નર સાથે લગ્ન કરશે.
આ શોમાં નિક જોનસ પણ હતો તેણે કહ્યું કે, ‘મારા લગ્નથી અમે ઘણું શીખ્યા છે કે અમારા મિત્રો ઘણી બીયર પીવે છે. મારા લગ્નમાં બીયરનું સમાપ્ત થવું એક મોટો મુદ્દો બન્યો હતો.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement