શોધખોળ કરો
Advertisement
આ એક્ટ્રેસે કર્યો ધડાકો, કહ્યું- ઘણી બધી ફિલ્મો ઓફર કરી પછી કહ્યું કે મારી સાથે સુવું......
અભિનેત્રીએ પોલ ખોલતા જણાવ્યું હતું કે એમની પાસે ઘણું કામ આવી ગયું હતું.
નવી દિલ્હીઃ પાયલ રાજપૂતે ફિલ્મ આરએક્સ 100ની સાથે ટોલિવૂડમાં પોતાનું ડેબ્યું કર્યું હતું. પંજબી અને ટોલિવૂડ એક્ટ્રેસ પાયલે હાલમાં જ મી ટૂ મૂવમેન્ટ અને કાસ્ટિંગ કાઉચ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલ ઇન્ટરવ્યૂમાં તેણે પોતાની સાથે થયેલ કાસ્ટિંગ કાઉચની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું, આ ઘટના ત્યારની છે જ્યારે આરએક્સ 100 રિલીઝ થઈ હતી. કોઈએ મને એપ્રોચ કરી હતી અને મને અનેક મોટી ફિલ્મ આપવાની વાત પણ કરી હતી. હું હંમેશા ફિલ્મોના બદલામાં સેક્સની વિરૂદ્ધ રહી છું.
અભિનેત્રીએ પોલ ખોલતા જણાવ્યું હતું કે એમની પાસે ઘણું કામ આવી ગયું હતું. પરંતુ એના બદલામાં તેની પાસે શારીરિક સંબંધો બાંધવાની માગ કરવામાં આવી હતી. તેણે એક ઘટના શેર કરતાં જણાવ્યું કે, એક શખ્સ મારી પાસે આવ્યો અને ઘણી બધી ફિલ્મો ઓફર કરી પછી કહ્યું કે મારી સાથે સુવું પડશે અને શારીરિક સંબંધો બાંધવા પડશે.
પાયલ આગળ જણાવે છે કે આ વાત કોઈ નવી નથી. પંજાબ, મુંબઈ અને આરએક્સ 100 ફિલ્મ સમયે પણ એની પાસે શારીરિક સંબંધ બાંધવાની માગ કરવામાં આવી હતી. પરંતુ હંમેશા તેણે આ વાતનો વિરોધ કર્યો છે. મોટા ભાગના લોકોને એવું લાગવા લાગ્યું કે હું કંઈ પણ કરવા તૈયાર છું. તે લોકો ફિલ્મોનાં બદલે શારીરિક સંબંધ બાંધવા માગે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement