શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પોતાના કરતાં 14 વર્ષ નાની આ બોલિવૂડ એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે રાહુલ દેવ, એક્ટરે કહી આ વાત
આમ તો, મારું માનવું છે કે, જ્યાં સુધી તમે ખુશ છો, તમારી ઉંમરનું અંતર ખાસ મહત્ત્વ નથી રાખતું. બન્ને એક ફ્રેન્ડના લગ્નમાં મળ્યા હતા અને બન્ને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી.
મુંબઈઃ બોલિવૂડમાં ઘણાં સ્ટાર કપેલ એવા છે જેની એજ ગેપને લઈને હંમેશા ચર્ચા થતી રહે છે. આ કપલ્સમાં અર્જુન કપૂર-મલાઈકા અરોરા, મિલિંદ સોમન-અંકિતા, શાહિદ કપૂર-મીરા અને આમિર ખાન અને કિરણ રાવ જેવા સ્ટાર સામેલ છે. આ તમામ સ્ટાર એજ ગેપને લઈને પોતાનો પક્ષ પણ રાખી ચૂક્યા છે. બોલિવૂડના બેડ બોય અને મોડલ એક્ટર રાહુલ દેવ પણ છેલ્લા ઘણાં સમયથી મોડલ અને એક્ટ્રેસ મુગ્ધા ગોડસેને ડેટ કરી રહ્યા છે. તે વર્ષ 2015થી રિલેશનશિપમાં ચે અને બન્ને સ્ટાર મોટેભાગે સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ શેર કરતાંરહે છે. બન્નેની વચ્ચે 14 વર્ષનું અંતર છે. હાલમાં જ એક્ટરે આ મામલે વાત કરી.
પ્રો મ્યૂઝિક કાઉન્ટડાઉનની સાથે ઇન્ટરવ્યૂમાં રાહુલ દેવે આ મામલે વાત કરી. તેણે કહ્યું, અમારી બન્નેની વચ્ચે 14 વર્ષનું અંતર છે અને તેનાથી મને શરૂઆતમાં થોડી પરેશાની થઈ પરંતુ મને અનુભવ થયો કે મારા માતા-પિતાની વચ્ચે 10 વર્ષનું અંતર હતું. તો જોવા જીએ તો આ આ એટલું મોટું અંતર નથી. આમ તો, મારું માનવું છે કે, જ્યાં સુધી તમે ખુશ છો, તમારી ઉંમરનું અંતર ખાસ મહત્ત્વ નથી રાખતું. રાહુલે જણાવ્યું કે, તે બન્ને એક ફ્રેન્ડના લગ્નમાં મળ્યા હતા અને બન્ને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. ત્યાર બાદથી જ બન્નેના સંબંધ ગાઢ બન્યાય. જણાવીએ કે, રાહુલની પ્રથમ પત્ની રીનાનું કેન્સરથી 2009માં મોત થયું હતું. રાહુલ અને મુગ્ધાની મુલાકાત વર્ષ 2013માં થઈ હતી. વર્કફ્રેન્ટની વાત કરીએ તો રાહુલ દેવે વર્ષ 2017માં ફિલ્મ મુબારકાંમાં કામ કર્યું હતું. આ ફિલ્મને અનીસ બજ્મીએ ડાયરેક્ટ કરી હતી અને ફિલ્મમાં અનિલ કપૂર, અર્જુન કપૂર, ઈલિયાના ડિક્રૂજ અને આથિયા શેટ્ટી જેવા સ્ટાર જોવા મળ્યા હતા. જ્યારે મુગ્ધા ગોડસેએ ફિલ્મ ‘શર્મા જી ગી લગ ગઈ’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં શર્મન જોશી, વિક્રમ સિંહ, બિદિતા બેગ, માહી સોની, મુગ્ધા ગોડસે, જરીના વહાબ અને શિશિર શર્મા જેવા સ્ટાર જોવા મળ્યા હતા.View this post on InstagramEveryday is Valentines day... hehehehehe... ❤️❤️❤️ #valentines_day #valentinesday2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion