શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ એક્ટ્રેસના પતિના અંડરવર્લ્ડ ડોન સાથે નીકળ્યા ખાસ સંબંધ, કરી આ મોટી ડીલ!!
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ ખુલાસો કર્યો કે, વર્ષ 2011માં મેં એક પ્લોટ RKW ડેવલપર્સને વેચી નાખ્યો હતો.
મુંબઈઃ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા વિવાદોમાં છે. કહેવાય છે કે, તેણે અંડરવર્લ્ડ ડોન ઇકબાલ મિર્ચીની સાતે બિઝનેસ ડીલિંગ્સ કરી છે. જોકે રાજ કુન્દ્રાએ આ આરોપોને ફગાવી દીધા છે.
હાલમાં જ ઈડી દ્વારા રિયલ એસ્ટેટ કંપની RKW ડેવલપર્સ લિમિટેડની ડિટેલ્સ ચેક કરવામાં આવી રહી હતી. આ તપાસ દરમિયાન એસન્શિયલ હોસ્પીટેલિટી લિમિટેડ કંપનીનું નામ પણ સામે આવ્યું હતું. નોંધનીય છે કે, આ કંપનીમાં શિલ્પા શેટ્ટી ડાયરેક્ટર છે.
જોકે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ ખુલાસો કર્યો કે, વર્ષ 2011માં મેં એક પ્લોટ RKW ડેવલપર્સને વેચી નાખ્યો હતો. એરપોર્ટની નજીક આ પ્રોપર્ટીના બધા દસ્તાવેજોના ડોક્યુમેન્ટ થઈ ગયા ચે અને મારા CAએ તેને વેરીફાઈ પણ કર્યું છે. ત્યારબાદ આ કંપની સાથે મારે કોઈ લેવડદેવડ થઈ નથી.
રાજે આગળ વાત કરી કે, હાલમાં કંપનીની લોનને લઈને પણ જે સવાલ કરવામાં આવી રહ્યા છે તેનો માલિક કોઈ બીજો છે હું નહીં. મારી કંપની પર કોઈ પ્રકારનું દેવું નથી. ઉલ્લેખનીય છે કે RKW ડેવલપર્સના ડાયરેક્ટર રંજીત બિન્દ્રા છે અને ઈડીએ તેની ધરપકડ પણ કરી લીધી છે.
RKW ડેવલપર્સ સાથે ધીરજ વાધવન પણ જોડાયેલા છે અને સુત્રો પ્રમાણે ફેડરલ એજન્સી એ કંપનીની પણ તપાસ કરશે કે શિલ્પા શેટ્ટી જેની ડાયરેક્ટર છે. રંજીત પર આરોપ છે કે તે ઈકબાલ મિર્ચી માટે કામ કરી રહ્યો છે અને મિર્ચીને પ્રોપર્ટી ડીલ્સ કરવામાં મદદ કરી કરી હતી. આ ટીમમાં મોટા ભાગે મિર્ચીનો એસોસિએટ હુમાંયૂ મર્ચેંટ પણ સામેલ હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement