શોધખોળ કરો
Advertisement
ગૃહમંત્રી રાજનાથ સિંહે ફિલ્મ ‘ એ દિલ હૈ મુશ્કિલ’ ની રિલીઝને આપ્યું સમર્થન
નવી દિલ્લી: ફિલ્મ એંડ ટેલીવિઝન પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ઓફ ઈંડિયાના અધ્યક્ષ મુકેશ ભટ્ટે ગુરૂવારે કેંદ્રીય મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી, તેમણે કરન જોહરની ફિલ્મ ‘એ દિલ હે મુશ્કિલ’ સુરક્ષિત રીતે રજૂ કરવાની સાથે શાનદાર દિવાળીનો ભરોસો પણ આપ્યો.
ફિલ્મ દિવાળીના બે દિવસ પહેલા 28 ઓક્ટોબરના દિવસે રિલીઝ થઈ રહી છે. ભટ્ટે ગાયક અને રાજનેતા બાબૂલ સુપ્રિયો સાથે ફિલ્મને સુરક્ષિત રીતે રજૂ કરવા માટે રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી.
ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ફિલ્મમાં પાકિસ્તાની કલાકાર ફવાદ ખાન હોવાના કારણે ફિલ્મને રિલીઝ નહી કરવાની ચેતાવણી આપી છે. MNS એ આ વિરોધ ઉરી હુમલા બાદ કર્યો હતો, જેમાં ભારતીય સેનાના 19 જવાન શહીદ થયા હતા. ભારતે તેનો આરોપ પાકિસ્તાની આતંકવાદીઓ પર લગાવ્યો છે
રાજનાથ સિંહ સાથેની મુલાકાત બાદ ભટ્ટે સંવાદદાતોઓને જણાવ્યુ કે અમે મનોરંજન કરનારા છીએ. અમે કલાકારો સાથે દિલચસ્પી રાખીએ છીએ, ભલે તેઓ પાકિસ્તાન, ચીન કે આફ્રીકા સાથે સંબંધો રાખતા હોય.
આ પહેલા ભટ્ટે ‘એ દિલ હે મુશ્કિલ’ ને રિલીઝ કરનારા થીયેટરોની સુરક્ષા માટે મુંબઈ પોલીસના પ્રતિનીધીઓ સાથે મુલાકાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement