શોધખોળ કરો
Advertisement
નાગરિકતા કાયદાને લઈને ચોંધાર આંસુએ રડી રાખી સાવંત, લોકોને કરી આ અપીલ
જામિયા મિલિયા ઇસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ અને પોલીસની વચ્ચે થયેલ હિંસક ઘર્ષણ બાદ આ પ્રદર્શનો શરૂ થયા છે.
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદને લઈને સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. લોકો રસ્તા પર ઉતરીને તોડફોડ કીર રહ્યા છે અને પોલીસ પર પથ્થરબાજી કરી રહ્યા છે. આ પ્રદર્શનમાં અનેક લોકોના જીવ પણ ગયા અને અનેક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા થયા છે. જ્યારે હવે એક્ટ્રેસ રાખી સાવંતે દેશમાં હિંસક થયેલ સ્થિતિને લઈને પોતાનો મત વ્યક્ત કર્યો છે.
રાખી સાવંતે હાલમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં રાખી ખૂબ જ ઇમોશનલ જોવા મળી રહી છે. લોકોને તે અંદરો અંદર ન લડવા માટેની અપીલ કરી રહી છે. એક્ટ્રેસે રડતા રડતા કહ્યું કે, હિન્દુસ્તાન આપણું છે. રાખી સાવંતનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
જણાવીએ દઈએ કે જામિયા મિલિયા ઇસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ અને પોલીસની વચ્ચે થયેલ હિંસક ઘર્ષણ બાદ આ પ્રદર્શનો શરૂ થયા છે. અહીંના વિદ્યાર્થીઓના સમર્થનમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ પણ સમર્થન કરી રહ્યા છે નાગરિકતા કાયદાને લઈને પોતાનો પક્ષ રાખી રહ્યા છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion