શોધખોળ કરો

Watch: 'રિતેશ તું મારા જીવન અને શરીરમાંથી કાયમ માટે બહાર', રાખી સાવંતે હટાવ્યું ભૂતપૂર્વ પતિના નામનું ટેટૂ,  જુઓ વીડિયો

Rakhi Sawant Video:  આ વીડિયોમાં રાખી સાવંત તેના પૂર્વ પતિ રિતેશ માટે કહે છે, 'રિતેશ આપણાં ત્રણ વર્ષના લગ્ન... રિતેશ તું કાયમ માટે મારા જીવનમાંથી અને શરીરમાંથી બહાર છે.'

Rakhi Sawant Viral Video: તાજેતરમાં જ રાખી સાવંતની માતાનું નિધન થયું છે. રાખી સાવંતની માતાને કેન્સર થયું હતું. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના પૂર્વ પતિ રિતેશનું ટેટૂ દૂર કરાવતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. જણાવી દઈએ કે આદિલ સાથે લગ્ન કરતા પહેલા તેના લગ્ન રિતેશ નામના વ્યક્તિ સાથે થયા હતા.

રાખી સાવંતે પૂર્વ પતિ રિતેશના નામનું ટેટૂ કરાવ્યું દૂર 

રાખી સાવંતે 'બિગ બોસ સીઝન 15' દરમિયાન રિતેશ વિશે ખુલાસો કર્યો હતો. તે પતિ રિતેશના પ્રેમમાં એટલી પાગલ હતી કે તેણે રિતેશના નામનું ટેટૂ પણ કરાવ્યું હતું. જોકે, હવે રાખીએ ટેટૂ હટાવી દીધું છે, જેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'ફેક લવ', જ્યારે બીજા યુઝરે લખ્યું, 'ડોન્ટ ઓવર એક્ટ', એક યુઝરે લખ્યું કે રાખી કેટલી વાર તેના પતિ બદલે છે.

View this post on Instagram
 
A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

રાખી સાવંતે પોતાના પૂર્વ પતિ માટે આ વાત કહી

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં રાખી રિતેશના નામનું ટેટૂ હટાવતી જોવા મળી રહી છે. રાખી આ વીડિયોમાં કહે છે, 'રિતેશ, આપણાં ત્રણ વર્ષના લગ્ન... રિતેશ, તું મારા જીવનમાંથી અને શરીરમાંથી કાયમ માટે બહાર. એટલા માટે તમારે જીવનમાં ક્યારેય ટેટૂ ન કરાવવું જોઈએ. પ્રેમમાં પાગલ થઈ જવાય છે. જણાવી દઈએ કે રાખી સાવંતે હાલમાં જ આદિલ સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્નની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે. સાથે જ રાખીએ આદિલ માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: Rakhi Sawant Wedding: રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે કર્યા લગ્ન! તેના ગળામાં માળા પહેરાવતો ફોટો વાયરલ

Rakhi Sawant Married Adil Durraniટીવીની 'ડ્રામા ક્વીન' અભિનેત્રી રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે લગ્ન કરી લીધા હોવાની ચર્ચા ઉઠી છે. તેમની કેટલીક તસવીરો પણ સામે આવી છે.  જેમાં બંને ગળામાં માળા પહેરીને મેરેજ સર્ટિફિકેટ બતાવતા જોવા મળે છે. આ તસવીરો જોઈને રાખીના ફેન્સ ખૂબ જ ખુશ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ફોટામાં રાખી સાવંત પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળી રહી છે. તેની સાથે બોયફ્રેન્ડ આદિલ દુર્રાની પણ છે. બંનેના ગળામાં વરમાળા છે અને તેઓ મેરેજ સર્ટિફિકેટ સાથે ફોટો ક્લિક કરાવી રહ્યા છે.

રાખી સાઈન કરતી જોવા મળી હતી

બીજી તસવીરમાં રાખી સાવંત દસ્તાવેજ પર સહી કરતી જોઈ શકાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક મેરેજ સર્ટિફિકેટ છે જેના પર રાખી સહી કરી રહી છે. આદિલ પણ તેની પાસે બેઠો છે.

ગયા વર્ષે કર્યા હતા લગ્ન?

રાખી અને આદિલના મેરેજ સર્ટિફિકેટ સાથે જોડાયેલા દસ્તાવેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેના પર બંનેના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ લગાવવામાં આવ્યા છે. જો કે લગ્નની તારીખ 29 મે 2022 લખવામાં આવી છે. તેના પર બીજી તારીખનો ઉલ્લેખ છે - 2 જુલાઈ 2022. હવે લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું રાખી અને આદિલે ગયા વર્ષે જ લગ્ન કર્યા હતા!

રિતેશથી અલગ થઈને આદિલને ડેટ કરવાનું શરૂ કર્યું

રાખી સાવંતે વર્ષ 2019માં NRI રિતેશ સાથે લગ્ન કર્યા હતા. બંને રિયાલિટી શો બિગ બોસમાં પણ જોવા મળ્યા હતા. પરંતુ 2022માં બંને અલગ થઈ ગયા હતા. આ વર્ષે રાખી અને આદિલે ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. રાખી બિગ બોસના મરાઠી વર્ઝનમાં જોવા મળી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 
SIP Calculator: 5000 રુપિયાની SIP થી 1 કરોડ બનાવવામાં કેટલો સમય લાગે? જુઓ કેલક્યુલેશન 
SIP Calculator: 5000 રુપિયાની SIP થી 1 કરોડ બનાવવામાં કેટલો સમય લાગે? જુઓ કેલક્યુલેશન 
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
SBI સેવિંગ સ્કીમમાં 1,00,000 રુપિયા જમા કરાવો, મળશે 40,000 રુપિયાથી પણ વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
SBI સેવિંગ સ્કીમમાં 1,00,000 રુપિયા જમા કરાવો, મળશે 40,000 રુપિયાથી પણ વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
Embed widget