શોધખોળ કરો
Advertisement
80-90ના દાયકાની સીરિયલ શરૂ થતાં જ સૌથી વધારે જોવાઈ આ ચેનલ, નામ જાણીને ચોંકી જશો
હિન્દુ પૌરાણિક કથાઓની સીરિઝ રામાયણ-મહાભારતથી શરૂ કરીને દૂરદર્શને શક્તિમાન અને બુનિયાદ જેવી અન્ય ક્લાસિક સીરિયલ દ્વારો લોકોનું મનોરંજન કર્યુ હતું.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધારે ફેલાતું અટકે તે માટે લગાવવામાં આવેલા 21 દિવસના લોકડાઉનનો આજે 18મો દિવસ છે. લોકડાઉન દરમિયાન લોકો ઓછા બહાર નીકળે તે માટે 80 અને 90ના દાયકાની જાણીતી સીરિયલોનું દૂરદર્શન પર પુનઃ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. બ્રોડકાસ્ટ ઓડિયંસ રિસર્ચ કાઉન્સિલ(BARC)ને જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન લોકોમાં મનોરંજનના રામાયણ, મહાભારત જેવા ક્લાસિક કાર્યક્રમના ફરી પ્રસારણે દૂરદર્શન(DD)ને ભારતની સૌથી વધારે જોવાતી ચેનલ બનાવી દીધી છે.
બાર્કના જણાવ્યા મુજબ, સવારે અને સાંજે બેંડમાં દર્શકોની સંખ્યામાં આશરે 40,000% નો ઉછાળો જોવા મળ્યો છે. જે ખાનગી પ્રસારકોની હાજરી છતાં ઉચ્ચ દર્શક વર્ગનો અનુભવ કરાવે છે. હિન્દુ પૌરાણિક કથાઓની સીરિઝ રામાયણ-મહાભારતથી શરૂ કરીને દૂરદર્શને શક્તિમાન અને બુનિયાદ જેવી અન્ય ક્લાસિક સીરિયલ દ્વારો લોકોનું મનોરંજન કર્યુ હતું.
આ પૈકી મોટાભાગનું નિર્માણ દેશમાં ટીવી પ્રસારણ પર દૂરદર્શનનો એકાધિકાર હતો ત્યારે થયું હતું. બાર્કે ડીડીને ઉગારવા માટે રામાયણ અને મહાભારતના પ્રસારણને ટોચ પર રાખ્યું, જ્યારે અન્ય કાર્યક્રમોએ પણ પસંદગીના સમય સ્લોટમાં ચેનલની સ્થિતિ શ્રેષ્ઠ બનાવવાં મદદ કરી.
કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દેશમાં સતત વધી રહી છે. અત્યાર સુધીમાં કોરોનાથી 7447 લોકો સંક્રમિત થયા છે. આ વાયરસે 239 લોકોનો ભોગ લીધો છે. જ્યારે 642 લોકો તેમાંથી સાજા થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
દેશ
Advertisement