રાણાએ પોતાના ટ્વિટર અકાઉંટમાં આ નવા લૂકની તસવીરો શેર કરી હતી.
2/5
અહેવાલો છે કે અભિનેતા છેલ્લા પાંચ મહિનાથી ટ્રેનિંગ લઈ રહ્યો છે. બાહુબલી 2માં તે પાત્રના નાના અવતારમાં દેખાતો હોવાને કારણે તેણે થોડા કિલો વજન ઉતાર્યુ છે.
3/5
પહેલા ભાગમાં જ્યાં તે આખલા સાથે અખાડામાં કુશ્તી કરતો દેખાયો હતો હવે ભલ્લાલાદેવ વધુ શક્તિશાળી અવતારમાં બાહુબલી-ધી કન્ક્લુઝનમાં દેખાશે.
4/5
હાલમાં ફિલ્મ મેકર્સ કાસ્ટ પ્રભાસ, અનુષ્કા શેટ્ટી અને સત્યરાજ સાથે શૂટિંગમાં વ્યસ્ત છે. બાહુબલી-ધી કન્ક્લુઝન 28 એપ્રિલ 2017એ રીલિઝ થશે.
5/5
રાણા દગ્ગુબટી કે જેણે એસ.એસ રાજામૌલીની સુપરહિટ ફિલ્મ બાહુબલીમાં વિલન ભલ્લાલાદેવાનું પાત્ર ભજવ્યુ હતું, તે હવે તેની સિક્વલ માટે પરસેવો પાડી રહ્યો છે. જેની તસવીરો તેણે શેર કરી છે.