શોધખોળ કરો
Advertisement
ડેસ્ટિનેશન વેડિંગ કરવા જઈ રહ્યા છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ? જાણો
બોલીવૂડ અભિનેતા રણબીર કપૂર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ખૂબ જ જલ્દી લગ્ન કરવા ઈચ્છે છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા રણબીર કપૂર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ખૂબ જ જલ્દી લગ્ન કરવા ઈચ્છે છે. આલિયા અને રણબીરના પરિવારને પણ આ સંબંધ મંજૂર છે. જો કે હજુ સુધી બંને તરફથી કોઈ અધિકૃત પુષ્ટિ મળી નથી, પરંતુ રિપોર્ટસ સામે આવ્યા છે કે રણબીર અને આલિયા આવતા વર્ષે કાશ્મીરમાં લગ્ન કરી શકે છે.
કહેવામાં આવી રહ્યું છે કે આગામી વર્ષે રણબીર અને આલિયા લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંનેએ આગામી વર્ષે કામમાંથી એક મહિના માટે બ્રેક લીધો છે અને આ દરમિયાન તે લગ્ન કરી શકે છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ રિલેશનશિપમાં છે. રણબીર અને આલિયા ભલે પોતાના રિલેશન પર કઈ ન બોલ્યા હોય પરંતુ તેમણે ઈન્કાર પણ નથી કર્યો. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બંને ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં પ્રથમ વાર સ્ક્રીન પર સાથે જોવા મળશે. આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ઓટો
બિઝનેસ
Advertisement