શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ બોલિવૂડ એક્ટ્રેસે ચહેરો છુપાવીને ટ્રેનની સીટની કરી સફાઈ, વીડિયો થયો વાયરલ
લોકોને બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને પોતાની આસપાસ સફાઈ રાખવાની સલાહ આપવામાં આવી છે.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડનનો એક વીડિયો ઝડપથી ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિોયમાં રવીના પોતાના મોઢા પર માસ્ક પહેરીને ટ્રેનમાં સફાઈ કરતી જોવા મળી રહી છે. વીડિયોને હજુ સીધી 5 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. રવીના ટંડનનું આવું કરવાનું કારણ દેશમાં ફેલાયેલ કોરોના વાયરસ છે. વિશ્વભરમાં કોરોના વાયરસથી લોકો બીમાર થઈ રહ્યા છે અને હવે આ વાયરસ ભારતમાં પોતાની જડ મજબૂત કરી રહ્યું છે.
ટ્રેનમાં રવીનાએ કરી સફાઈ
લોકોને બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને પોતાની આસપાસ સફાઈ રાખવાની સલાહ આપવામાં આવી છે. રવીના ટંડને ટ્રેનમાં ટ્રાવેલ કરવા માટે સ્ટેશન પહોંચી. જ્યાં જઈને તેણે સૌથી પહેલા સેનિટાઈઝરથી પોતાની સીટને સારી રીતે સાફ કરી. રવીનાએ તેનો વીડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતાં તેણે કહ્યું કે ટ્રેનમાં સફર કરતા પહેલા ભીના વાઇપ્સ, સેનિટાઇઝરથી આપણા કેબિનને સાફ કર્યા પછી આરામથી બેસો. સોરી કહેવા કરતા સલામત રહેવું સારું છે.
રવીના ટંડને જણાવ્યું કે તેનો આ વીડિયો જૂનો છે. રવિના ટંડનનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેની પર ઘણી ટિપ્પણી પણ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે આ દિવસોમાં, કોરોના વાયરસના કારણે અનેક દેશો સંપૂર્ણ લોકડાઉન હેઠળ છે. મહારાષ્ટ્રના પણ કેટલાક શહેરને લોકડાઉન કરવામાં આવ્યા છે. લોકડાઉનના આ સમયે લોકો ફક્ત જરૂરી કામ માટે જ તેમના ઘરની બહાર નીકળી રહ્યા છે. દેશના જુદા જુદા ભાગોમાં કોરોના વાયરસના નવા કેસો સામે આવ્યા છે. ભારતમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા શનિવારે વધીને 258 થઈ ગઈ છે. આ 258 લોકોમાંથી 39 વિદેશી નાગરિકો છે. આ વિદેશી નાગરિકોમાં 17 ઇટાલીના, ત્રણ ફિલિપાઇન્સના, બે યુકેના અને એક કેનેડા, ઇન્ડોનેશિયા અને સિંગાપોરના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion