શોધખોળ કરો
Advertisement
મનીષ પોલની હરકતો પર ભડકી આ એકટ્રેસ, માઈકનો ઘા કર્યો અને શો છોડી ચાલી ગઈ
રવિનાના કાનમાં ઈયરફોન લગાવેલા હતા કે જેમાં તેણે બેક સ્ટેજથી માહિતી આપવામાં આવતી હોય છે.
નવી દિલ્હીઃ સલમાન ખાનના પ્રોડક્શનમાં બનેલ શો નચ બલિએ 9 ડાન્સની સાથે સાથે તેના વિવાદને કારણે પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ શોની જજ રવીના ટંડન અને એન્કર મનીષ પોલની વચ્ચે એક મજાકને લઈને એવો ઝઘડો થયો કે રવીના ગુસ્સામાં શો છોડીને ચાલી ગઈ અને શૂટિંગ થોડા સમય માટે રોકવું પડ્યું.
એક વેબસાઈટ પ્રમાણે વાત કરીએ તો રવિનાના કાનમાં ઈયરફોન લગાવેલા હતા કે જેમાં તેણે બેક સ્ટેજથી માહિતી આપવામાં આવતી હોય છે. ત્યારે જ મનીષ પોલે કંઈક એવી હરકત કરી કે રવિનાને ગુસ્સો આવી ગયો. રવિનાને લાગ્યું કે મનીષ મને ગુસ્સે કરવા માટે આવી હરકતો કરે છે. કેમેરો બંધ થતા જ રવિનાએ મનીષને કહ્યું કે આવી હરકતો ન કરે. ખાસ કરીને જ્યારે કામ શરૂ હોય ત્યારે તો ના જ કરે. તો મનીષે જવાબ આપ્યો કે હું તો મારૂ કામ કરું છું.
આ વાત પર રવિના ગુસ્સે થઈ ગઈ અને મનીષ પર ભડકી હતી. તેણે પોતાનું માઈક ફેંકી દીધું અને સેટ છોડીને જતી રહી. તો મનીષ થોડી વાર ત્યા સેટ પર ઉભો રહ્યો અને થોડી વાર પછી એ પણ જતો રહ્યો. ત્યારબાદ પ્રોડક્શન હાઉસે બંન્નેને મનાવીને શો ફરીથી શરૂ કરવાની કોશિસ કરી અને એક કલાક બાદ શોનું શુંટિગ શરૂ કર્યું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
દેશ
Advertisement