શોધખોળ કરો
Advertisement
આ બોલિવૂડ એક્ટ્રેસે શારૂખને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- આજે પણ મારી નજીક આવીને......
રવીના ટંડન હાલમાં ફિલ્મોથી દૂર છે પણ નાના પડદે જોવા મળે છે.
નવી દિલ્હીઃ 90ના દાયગાની સુંદર એક્ટ્રેસ રવીના ટંડને એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી છે. દિલવાલે, મોહરાત, દુલ્હે રાજા, લાડલા, અંદાજ અપના અપના અને છોટે મિયાં બડે મિયાં જેવી ફિલ્મોમાં તે જોવા મળી હતી. કોમેડીથી લઈને ઇમોશનલ અને સીરિયલ રોલ તેણે નિભાવ્યા છે. માટે એક સમયે તે દરેક અભિનેતા સાથે ફિલ્મોમાં જોવા મળતી હતી. શાહરૂખ ખાન સાથે પણ રવીનાની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી છે.
રવીના ટંડન હાલમાં ફિલ્મોથી દૂર છે પણ નાના પડદે જોવા મળે છે. હાલમાં જ તે લવ લાફ લાઈવ શોમાં જોવા મળી હતી. અહીં તેણે પોતાની પર્શનલ અને પ્રોફેશન લઈને અનેક ખુલાસાઓ કર્યા.
રવીનાએ જણાવ્યું કે આજે પણ શાહરૂખ સાથે તેના સંબંધો ઘણાં મજબૂત છે. રવીનાએ કહ્યું કે, શાહરૂખ જ્યારે પણ મારા પતિ (અનિલ થડાની)ને મળે છે ત્યારે તે મારી ખુશબુની પ્રશંસા કરે છે. શાહરૂખ મારા પતિને કહે છે કે તારી પાસે પત્નીના રૂપમાં સારી સુગંધિત એક્ટ્રેસ છે.
રવીનાએ ખુલાસો કર્યો કે જ્યારે તે શાહરૂખ સાથે ફિલ્મોમાં કામ કરતી હતી ત્યારે પણ તે આવું જ કહેતો કે તારી ખુશબુ સારી છે. આજે પણ શાહરૂખ સાથે જ્યારે પણ મુલાકાત થાય છે ત્યારે તે મારી પાસે આવીને મારી ખુશબુ સુંઘવા લાગે છે.
બન્નેએ જાદુ, પહેલા નશા, ઝમાના દિવાના અને યે લમ્હે જુદાઇ કે જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે. આ ફિલ્મોમાં તેના કિરદારને લોકોએ ખૂબ પસંદ કર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement