શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Avengersના આ એક્ટરને મળી 522 કરોડ રૂપિયાની ફીસ
કહેવાય છે કે, રોબર્ટને સૌથી વધારે કમાણી હાલમાં જ રિલીઝ થયેલી એવેન્જર્સ એંડગેમથી થઈ છે. જોકે તેના માટે તેને કેટલી ફી આપવામાં આવી છે તેની કોઈ જાણકારી મળી નથી.
નવી દિલ્હીઃ એવેન્જર્સ એંડગેમ અત્યાર સુધીમાં પોતાની પ્રોડક્શન કોસ્ટ કરતાં અનેક ગણી વધારે કમાણી કરી ચૂકી છે અને ગ્લોબલ બોક્સ ઓફિસ પર કમાણીની ગતિ હજુ પણ ધીમી પડી નથી. આમ તો આ ફિલ્મના સ્ટારની કમાણીની વાત કરીએ તો તેમાં સૌથી વધારે ફી લેનાર એક્ટર રોબર્ટ ડાઉની જૂનિયર છે જેણે આયર્ન મેનની ભૂમિકા ભજવી છે. અહેવાલ છે કે રોબર્ટે આ પહેલાના વર્ષે માત્ર એક ફિલ્મથી 500 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી હતી.
અહેવાલ અનુસાર 54 વર્ષીય રોબર્ટ ડાઉની જૂનિયરે થોડા વર્ષ પહેલા માર્વલ સ્ટૂડિયોઝની સાથે એક ખાસ નાણાંકીય વ્યવસ્થા અંતર્ગત કરાર કર્યો હતો, જેનાથી 2008માં આયરન મેનના રૂપમાં પડદા જોવા મળતા રોબર્ટને વિતેલા વર્ષોમાં આવેલ એવેન્જર્સ સિરીઝની ફિલ્મ માટે તગડી ફી મળી છે.
સૂત્રો અનુસાર વિતેલા વર્ષે આવેલ ફઇલ્મ એવેન્જર્સ ઇન્ફિનિટી વોર માટે રોબર્ટ ડાઉનીને અંદાજે 75 મિલિયન ડોલર્સ એટલે કે 522 કરોડ રૂપિયાથી વધારે ફી મળી હતી. એટલું જ નહીં વર્ષ 2017માં આવેલ ફિલ્મ સ્પાઈડર મેન હોમકમિંગમાં નાની ભૂમિકા માટે આ એક્ટરે માત્ર ત્રણ દિવસ શૂટિંગ કર્યું હતું, જેના માટે તેને અંદાજે 34 કરોડની ફી આપવામાં આવી હતી.
કહેવાય છે કે, રોબર્ટને સૌથી વધારે કમાણી હાલમાં જ રિલીઝ થયેલી એવેન્જર્સ એંડગેમથી થઈ છે. જોકે તેના માટે તેને કેટલી ફી આપવામાં આવી છે તેની કોઈ જાણકારી મળી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion