શોધખોળ કરો

સલમાનનું હવે ગુજરાતી મૂળની હૉટ એક્ટ્રેસ સાથે અફેર હોવાની ચર્ચા, જેકલિનને યુએઈ ના જવા દેવાતાં આ એક્ટ્રેસને લેવાયાની વાત

સૂત્રોના મતે, ડેઝી સલમાન સાથે યુએઈ જવાની જ હતી પણ શોમાં ભાગ નહોતી લેવાની. જેકલિન ખસી જતાં સલમાને ડેઝીને શોમાં ભાગ લેવા કહી દીધું.  

મુંબઇ : સલમાન ખાનની ભૂતપૂર્વ પ્રેમિકા કેટરીના કૈફ અભિનેતા વિક્કી કૌશલ સાથે લગ્ન કરીને થાળે પડી રહી છે ત્યારા સલમાન ખાનનું વધુ એક હોટ એક્ટ્રેસ સાથે અફેર ચાલી રહ્યું હોવાની વાત બહાર આવી છે. આ હોટ એક્ટ્રેસ સલમાન સાથે ‘જય હો’ ફિલ્મમાં કામ કરી ચૂકેલી ડેઝી શાહ હોવાની ચર્ચા ચાલી રહી છે.

સલમાન ખાને પોતાના વિદેશ શોમાં જેકલીન ફર્નાન્ડિઝને સ્થાને ડેઝી શાહને લીધી હોવાની પણ ચર્ચા છે. સૂત્રોના મતે, ડેઝી સલમાન સાથે યુએઈ જવાની જ હતી પણ શોમાં ભાગ નહોતી લેવાની. જેકલિન ખસી જતાં સલમાને ડેઝીને શોમાં ભાગ લેવા કહી દીધું.  

સલમાનના યુએઈ શોમાં પહેલાં જેકલિન ફર્નાન્ડિસ હતી. જો કે સુકેશ ચંદ્રશેખના કૌભાંડમાં નામ બહાર આવતાં જેકલિન ફર્નાન્ડિસને ઇ.ડી.એ એરપોર્ટ પર રોકી દીધી હતી. જેકલિન ફર્નાન્ડિસ સલમાનના શોમાં હિસ્સો લેવા માટે યુએઇ જવા નીકળી હતી  પણ જેકલિન પર દેશની બહાર જવા પર પ્રતિબંધ હોવાથી તેને એરપોર્ટ પર અટકાવવામાં આવી હતી. સલમાન સહિતના બીજા સ્ટાર પહેલાં જ યુએઈ છે. તેમની સાથે ડેઝી પણ હોવાથી તેને તરત જેકલિનના સ્થાને લઈ લેવાઈ હોવાનું કહેવાય છે. ડેઝીનો સંપર્ક કરનારાં મીડિયા સૂત્રોને ડેઝીએ પોતે આ બાબતે કાંઇ જાણતી ન હોવાનું કહ્યું હતું. ભૂતકાળમાં ડેઝીએ સલમાન અને અન્યો સાથે લંડન, ન્યુઝીલેન્ડ, દુબઇ તેમજ નેશનલ અને ઇન્ટરનેશનલ સ્થળોમાં પરફોર્મ કર્યું છે. 

સલમાન ખાન  છેલ્લા ઘણા વરસોથી વિદેશોમાં પોતાના લાઇવ શોનું આયોજન કરે છે.  આ માં જેકલિન ફર્નાન્ડિસ પણ ભાગ લેતી હોય છે. હાલની પરિસ્થિતિને કારણે જેકલિન હવે વિદેશમાં શોના આયોજનનો હિસ્સો બની શકશે નહીં. તેનું સ્થાન  ડેઝી શાહે લીધું હોવાની  ચર્ચા છે. 

સલમાનની આ ઇવેન્ટ રિયાધ, સાઉદી અરેબિયામાં યોજાવાની છે. સલમાન ઉપરાંત આયુષ શર્મા, પ્રભુદેવા, સુનીલ ગ્રોવર, સાંઇ માંઝરેકર અને શિલ્પા શેટ્ટી તેમજ અન્યો ભાગ લેવાના છે. 

ટોપ સ્ટોરી

સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ
સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
Embed widget