શોધખોળ કરો
Advertisement
Box office: ફિલ્મ 'સાહો'ની વર્લ્ડવાઈડ કમાણી 200 કરોડને પાર
સાહોએ હિંદી વર્ઝનમાં પ્રથમ દિવસે 24.40 કરોડની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે હિંદી 25.20 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ 'સાહો' ના હિંદી વર્ઝને ભારતમાં 49.60 કરોડની કમાણી કરી છે.
મુંબઈ: સાઉથ સુપર સ્ટાર પ્રભાસની ફિલ્મ ‘સાહો’ને ક્રિટિક્સના નેગેટિવ રિવ્યૂ મળ્યા બાદ પણ દર્શકોમાં જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. 350 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ઓપનિંગ ડે પર જ ‘સાહો’એ વર્લ્ડ વાઈડ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી હતી. જ્યારે બીજા દિવસે શનિવારે આ 200 કરોડનો આંકોડ પણ પાર કરી લીધો છે. લેટેસ્ટ આંકડા અનુસાર આ ફિલ્મે વર્લ્ડવાઈડ 205 કરોડની કમાણી કરી લીધી છે.
‘સાહો’એ હિંદી વર્ઝનમાં પ્રથમ દિવસે 24.40 કરોડની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે હિંદી 25.20 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ 'સાહો' ના હિંદી વર્ઝને ભારતમાં 49.60 કરોડની કમાણી કરી છે.
ઉલ્લેખનીય છે કે ‘સાહો’એ પ્રથમ દિવસે વર્લ્ડ વાઈડ ગ્રોસ બૉક્સ ઓફિસ કલેક્શન 130 કરોડ રૂપિયા હતું. ફિલ્મના પ્રદર્શન બાદ મેકર્સને આશા છે કે પ્રથમ વિકેન્ડ પર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધુ શાનદાર પ્રદર્શન કરવા તૈયાર છે.
'સાહો'માં પ્રભાસ સિવાય શ્રદ્ઘા કપૂર, નીલ નીતિન મુકેશ, જેકી જોફ્ર, મંદિરા બેદી અને ચંકી પાંડે છે. આ ફિલ્મનું ડિરેક્શન સુજીતે કર્યુ છે જ્યારે પ્રોડક્શન વામસી કૃષ્ણા રેડ્ડીએ કર્યુ છે. ડાઈહાર્ડ ફેન: અક્ષય કુમારને મળવા માટે દ્વારકાથી યુવક 900 કિમી ચાલતા મુંબઈ પહોંચ્યો ! આ સ્ટાર એકટ્રેસે પાર્ટીમાં સાથી કલાકારનું ઉતારી નાંખ્યું પેન્ટ ને..........
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement