શોધખોળ કરો
Advertisement
Eid 2020: સૈફ અલી ખાન અને કરીનાએ આ રીતે મનાવ્યો ઈદનો તહેવાર, લોકડાઉનમાં બિરયાનીની માણી મજા
બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન પણ ઈદનો તહેવાર મનાવતાં જોવા મળ્યાં હતાં. કરીનાએ પણ કરીશ્માી આ તસવીરને પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીને રિપોસ્ટ કરી હતી.
બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન પણ ઈદનો તહેવાર મનાવતાં જોવા મળ્યાં હતાં. ઈદ 2020ને ખાસ બનાવવા માટે સૈફ અલ ખાને પત્ની કરીના કપૂર અને મોટી બહેન કરીશ્મા કપૂરને બિરયાનીની દાવત આપી હતી.
કરીશ્મા કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઈદના તહેવાર પર સૈફ દ્વાર બનાવવામાં આવેલી બિરયાનીની એક તસવીર પોસ્ટ કરી હતી. તસવીરમાં કરીશ્મા કપૂરે લખ્યું હતું કે, શૈફ સૈફુની બેસ્ટ મટન બિરયાની.
તસવીર પર ઈદ મુબારક અને યમના સ્ટીકર પણ લગાવ્યા હતાં. જ્યારે કરીનાએ પણ કરીશ્માી આ તસવીરને પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીને રિપોસ્ટ કરી હતી.
બી ટાઉનની બહેનોની જોડીએ શનિવારે પોતાના પુત્રોની એક તસવીર શેર કરી હતી જેમાં સ્ટાર કિડ્સની લોકડાઉન દરમિયાન ઝલક જોવા મળી હતી.
ત્યારે થોડા દિવસ પહેલા જ કરીના કપૂરે એક તસવીરો પોસ્ટ કરી હતી જેમાં પતિ સૈફ અલી ખાન સફેદ કપડાનો એક મોટો ટૂકડો પકડીને જોવા મળ્યો હતો તેની પર કરીના, સૈફ અને પુત્ર તૈમુરની હથેળીના નિશાન હતાં.
તમને જણાવી દઈએ કે, લોકડાઉનના કારણે સૈફ અને કરીના અત્યારના દિવસોમાં પુત્ર તૈમુરની સાથે ઘરમાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યાં છે. આ દરમિયાન કરીના સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ છે અને સૈફ-તૈમુર સાથે જોડાયેલી તમામ અપડેટ્સ ચાહકો માટે શેર કરતી રહે છે.
સૈફ અને કરીના દરેક તહેવારને બહુ જ સરી રીતે સેલિબ્રેટ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement