શોધખોળ કરો
Advertisement
સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ 3’ ઑનલાઈન લીક, મેકર્સને થઈ શકે છે મોટું નુકસાન
‘દબંગ 3’ને પ્રભુદેવાએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં સલમાન સાથે સોનાક્ષી સિન્હા, સઈ માંજરેકર અને અરબાઝ ખાન છે.
મુંબઈ: સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘દબંગ 3’ શુક્રવારે રિલીઝ થઈ ગઈ છે. સલમાનની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહેલા ફેન્સનો થિયેટર્સમાં ભીડ જામી હતી. પરંતુ હવે સલમાન અને તેના ફેન્સ માટે એક માઠા સમાચાર છે. રિપોર્ટ પ્રમાણે દબંગ -2 ઓનલાઈ લીક થઈ ગઈ છે.
સલમાનની ફિલ્મ તમિલરૉકર્સ પર લીક થઈ છે. ઉલ્લેખનીય છે કે સલમાને આ ફિલ્મને લીક થતી બચાવવા માટે ઘણા પ્રયત્ન કર્યા હતા. એટલું જ નહીં શૂટિંગ દરમિયાન સલમાને પૂરી સિક્યોરિટી રાખી હતી જેથી ફિલ્મના સેટ પરથી કોઈ ફોટો લીક ના થાય, પરતું હવે ઓનલાઈન લીક થઈ ગઈ છે.
આ પહેલીવાર નથી કે કોઈ ફિલ્મ તમિલરૉકર્સ પર લીક થઈ હોય. આ પહેલા અનેક ફિલ્મ બૉલિવૂડ, હોલિવૂડ કે સાઉથની તેના પર લીક થઈ છે.
બૉક્સ ઓફિસ ઈન્ડિયા ડોટ કૉમ અનુસાર, ‘દબંગ 3’ની સારી શરૂઆત થઈ છે. તેને બોક્સ ઓફિસ પર 30-35 ટકાની ઓપનિંગ મળી છે. પરંતુ 100 કરોડના બજેટમાં બનેલી ‘દબંગ 3’ લીક થવાથી ફિલ્મની કમાણી પર અસર પડી શકે છે. રિપોર્ટ પ્રમાણે દેશભરમાં નાગરિકતા સંશોધન એક્ટના વિરોધમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના કારણે પણ કમાણીમાં નુકસાન થઈ શકે છે.
‘દબંગ 3’ને પ્રભુદેવાએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં સલમાન સાથે સોનાક્ષી સિન્હા, સઈ માંજરેકર અને અરબાઝ ખાન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement