શોધખોળ કરો
Advertisement
સલમાનના ખાસ મિત્રની માતાનું નિધન, સમાચાર મળતાં જ પહોંચી ગયો સાંત્વના આપવા, જાણો વિગત
સલમાન ખાનના બાળપણના મિત્ર નદીમની માતાનું ગત મોડી રાતે નિધન થયું હતું. આ સમાચાર મળતાં જ સલમાન મોડી રાતે મિત્ર નદીમના ઘરે પહોંચી ગયો હતો.
મુંબઈઃ સલમાન ખાન હંમેશા તેના મિત્રો અને સંબંધીઓ સાથે મુશ્કેલ સમયમાં ઉભો રહે છે. સલમાન ખાનના બાળપણના મિત્ર નદીમની માતાનું ગત મોડી રાતે નિધન થયું હતું. આ સમાચાર મળતાં જ સલમાન મોડી રાતે મિત્ર નદીમના ઘરે પહોંચી ગયો હતો. સલમાન ઉપરાંત લૂલિયા વંતૂર, સાજિદ નડિયાદવાલા પણ નદીમના ઘરની બહાર જોવા મળ્યા હતા.
નદીમ સલમાનના પરિવારની ખૂબ નજીક અને બાળપણનો મિત્ર છે. પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે સલમાન નદીમ સાથે તેના તમામ સીક્રેટ શેર કરે છે. જ્યારે પણ નદીમને કોઇ મદદની જરૂર પડે ત્યારે સલમાન તેની સાથે હાજર રહે છે.
આ ઉપરાંત જય ભાનુશાળી, પ્રિંસ નરુલા અને સાજિદ ખાન પણ નદીમના ઘર બહાર જોવા મળ્યા હતા. સલમાનની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ભારત સુપરહિટ રહી છે. ફિલ્મે આશરે 200 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
સલમાન ખાનની આગામી ફિલ્મ દબંગ-3 અને ઈંશાઅલ્લાહ છે. થોડા દિવસો પહેલા તેણે દબંગ-3નું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મને પ્રભુદેવા ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં સોનાક્ષી સિન્હા સલમાનની પત્નીના રોલમાં નજરે પડશે. જ્યારે ડિંપલ કાપડિયા સલમાનની માતાનો રોલ કરશે.
અફઘાનિસ્તાન સામે જીત બાદ નાખુશ કેપ્ટન કોહલીએ બેટ્સમેનોને સંભળાવી ખરી-ખોટી, જાણો શું કહ્યું
અફઘાનિસ્તાનના અપસેટથી સહેજમાં બચી ટીમ ઈન્ડિયા, આ રહ્યા મેચના ટર્નિંગ પોઇન્ટ, જાણો વિગત
મધ્યપ્રદેશઃ નીમચ જેલમાંથી 4 કેદી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
અમદાવાદ
Advertisement