શોધખોળ કરો
હોસ્પિટલમાં દાખલ થઈ સલમાન ખાનની આ એક્ટ્રેસ, તસવીરો Viral
સ્નેહાએ પોતાની બે તસવીર શેર કરીને લખ્યું કે, ‘પ્રથમ વખત મારા જીવનમાં મને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે.

મુંબઈઃ સલમાન ખાનની સાથે ફિલ્મ લકીમાં કામ કરી ચૂકેલ એક્ટ્રેસ સ્નેહા ઉલ્લાલ હોસ્પિટલમાં દાખલ થઈ છે. તેને તાવને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેની જાણકારી ખુદ સ્નેહાએ ઇન્સ્ટાગ્રામ પર આપી છે.
સ્નેહાએ પોતાની બે તસવીર શેર કરીને લખ્યું કે, ‘પ્રથમ વખત મારા જીવનમાં મને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. મને તાવ છે જેના કારણે મારી અનેક ટ્રીટમેન્ટ થઈ અને મને હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું. આ ખૂબ જ ડરામણું છે પરંતુ હું ઝડપથી સાજી થઈ જઈશ, મને વધુમાં વધુ આરામ કરવા માટે કહેવામાં આવ્યું છ, હું કંટાળી ગઈ છું, પરંતુ મારી પાસે નેટફ્લિક્સ અને મારું ધ્યાન રાખનારા અનેક લોકો છે, ઘર જવા માટે ઉતાવળી છું, હું તમારા બધાના સ્વસ્થ્ય થવાની પ્રાર્થના કરું છું.’
સ્નેહાની આ પોસ્ટ પર તેનાં ચાહકો અને ફોલોઅર્સે 'ગેટ વેલ સૂન', 'ટેક કેર' જેવાં મેસેજીસ કર્યા છે. આપને જણાવી દઇએ કે, સ્નેહાએ તેનાં કરિઅરની શરૂઆત 'લકી' ફિલ્મથી કરી હતી. આ ફિલ્મમાં તે સલમાન ખાનની સાથે નજર આવે છે. તેની સરખામણી ઐશ્વર્યા સાથે થતી હતી.


વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
