શોધખોળ કરો
Advertisement
આ બોલિવૂડ એક્ટ્રેસે પ્રેગ્નેન્સીના 9માં મહિનામાં પાણીની અંદર કરાવ્યું ફોટોશૂટ, જુઓ Pics
થોડા દિવસ પહેલા જ સમીરા રેડ્ડીનું સીમંત યોજાયું હતું. બેબી શાવરમાં સમીરા ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી હતી.
નવી દિલ્હીઃ અભિનેત્રી સમીરા રેડ્ડી જે પોતાના બીજા બાળકની માતા બનવા જઈ રહી છે. તેણે હાલમાં જ અંડરવોટર મેટર્નિટી ફોટોશૂટ કરાવીને બધાને ચોંકાવી દીધા હતા. આ તસવીરોમાં બિકિનીમાં પોતાનો બેબી બંપ બતાવતી જોવા મળી રહી છે. એકમાં તે ગુલાબી રંગની બિકિનીમાં જોવા મળી રહી છે જ્યારે બીજી તસવીરમાં લીલા રંગની બિકિની પહેરીને સમીરા ફોટશૂટ કરાવતી જોવા મળી રહી છે.
સમીરાએ લખ્યું, “હું 9મા મહિને મારા બેબી બંપની સુંદરતા સેલિબ્રેટ કરવા માગુ છું. આ એ વખત હતો જ્યારે અમે ખૂબ થાકેલા, પરેશાન, ભયભીત અને એક્સાઈટેડ હતા. આ સૌથી મોટું અને ખૂબસુરત છે. હું તમારી સાથે આ અનુભવ શેર કરવા માગુ છું.”
થોડા દિવસ પહેલા જ સમીરા રેડ્ડીનું સીમંત યોજાયું હતું. બેબી શાવરમાં સમીરા ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી હતી. બેબી શાવરમાં સમીરાએ પીળા અને લાલ રંગની કાંજીવરમ સાડી પહેરી હતી.
સમીરાએ સાડી સાથે હેવી જ્વેલરી અને વાળમાં બન બનાવીને વેણી લગાવી હતી. સમીરાની ડયૂ ડેટ જુલાઈમાં છે. સમીરાએ 2014માં બિઝનેસમેન અક્ષય વરડે સાથે લગ્ન કર્યા હતા. તેમના ઘરે 25 મે 2015મા રોજ પહેલા સંતાનનો જન્મ થયો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement