મુંબઈ: બોલીવૂડ અભિનેતા સંજય દત્ત હાલમાં પોતાના બાયપિક ફિલ્મને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં સંજય દત્તની જિંદગીના અનેક રાઝ ખુલશે. સંજય દત્ત પર બની રહેલી બાયોપિક ‘સંજૂ’ને રાજકુમાર હિરાની ડાયરેક્ટ કરી રહ્યા છે.
2/7
હિરાનીએ જણાવ્યું કે એક વાર સંજય દત્તનું તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઇ ગયું હતું ત્યારે તે પોતાની કારથી ગર્લફ્રેન્ડના ઘરે પહોંચ્યો હતો અને ગર્લફ્રેન્ડના ઘરની બહાર એક બીજી કાર પણ ઊભી હતી. સંજય દત્તને લાગ્યું આ કાર તેની ગર્લફ્રેન્ડના નવા બોયફ્રેન્ડની છે. અને તેણે પોતાની કારથી જોરદાર પેલી કારને ટક્કર મારી દીધી હતી. બન્ને કારને ઘણું નુકસાન પણ થયું હતું. જો કે બાદમાં ખબર પડી કે કાર તે યુવતીના બોયફ્રેન્ડની નહીં પણ કોઇ બીજાની જ હતી.
3/7
ઉલ્લેખનીય છે કે સંજૂના ટીઝર અને ટ્રેલર પરથી આ વાતનો ખુલાસો થઇ ચુક્યો છે કે સંજય દત્તની 308 ગર્લફ્રેન્ડ્સ હતી.
4/7
5/7
આ ફિલ્મની બાયોપિકને લઇને રાજકુમાર હિરાનીએ એક ન્યૂઝ વેબસાઇટ સાથે વાત કરતા સંજય દત્તની જિંદગીના અનેક રાઝ ખોલ્યા. હિરાનીએ કહ્યું, સંજય દત્ત યુવતીઓને ઇમોશનલી બ્લેકમેઇલ કરતો હતો. સંજય દત્તને જ્યારે પણ કોઇ યુવતી સાથે પ્રેમ થતો ત્યારે તેને કબર પાસે લઈ જતો અને કહેતો કે તે તેની માતાને મળાવવા માટે લાવ્યો છે. જો કે તે કબર તેની માતાની નહીં પણ કોઈ બીજાની જ કબર રહેતી હતી.
6/7
7/7
હિરાનીએ વધુ કિસ્સો સંભળાવ્યો. તેમણે કહ્યું કે જ્યારે સંજૂ ડ્રગ્સ નો વ્યસની હતો ત્યારે એક વખત ડ્રગ્સના નશામાં પોતાના પિતા સુનીલ દત્તને મળવા ગયો. તે દરમિયાન તેને લાગ્યું કે તેના પિતાનું માથું મીણબત્તીથી સળગી રહ્યું છે. સંજૂ તેને બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેના પિતા આ હરકત જોઈને હેરાન થઈ ગયા કે સંજૂ શું કરી રહ્યો છે.