શોધખોળ કરો
Advertisement
સંજય દત્તના ખાસ મિત્ર પરેશ ઘેલાણીએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ, જાણો
સંજય દત્તને ફેફસાનું કેન્સર હોવાની જાણકારી સામે આવ્યા બાદ તેના ફેન્સ અને નજીકના લોકો તેના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.
મુંબઈ: સંજય દત્તને ફેફસાનું કેન્સર હોવાની જાણકારી સામે આવ્યા બાદ તેના ફેન્સ અને નજીકના લોકો તેના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. સંજય દત્ત અહીં કેટલાક જરૂરી ટેસ્ટ કરાવ્યા બાદ કેન્સરની સારવાર માટે વિદેશ જવાના છે. સંજય દત્તના સ્વાસ્થ્યને જોતા પરિવાર ચિંતિત છે. સંજય દત્તના ખાસ મિત્ર પરેશ ઘેલાણીએ પણ સોશિયલ મીડિયા પર પોતાની ફીલિંગ્સ શેર કરી છે.
પરેશ ઘેલાણી એજ વ્યક્તિ છે, જેમની ભૂમિકામાં ફિલ્મ સંજૂમાં વિક્કી કૌશલ જોવા મળ્યો હતો. ફિલ્મમાં તેનું નામ કમલી હતું. ફિલ્મમાં આપણે તેમની મિત્રતા જોઈ હતી, જે ખૂબ જ ઈમોશનલ પણ હતી. પરેશ ગિલાનીએ સોશિયલ મીડિયા પર લખ્યું, 'ભાઈ, આપણે પૂરા અમ્યૂઝમેન્ટ પાર્કને કવર કર્યું હતું. આપણને લાગતુ હતું કે એ પાસે છે પરંતુ આ હજુ સુધી પૂર્ણ નથી થયું. વધુ એક રોલર કોસ્ટર રાઈડ માટે. આ નવી લડાઈ છે. આ લડાઈ લડવાની છે અને લડાઈ જીતશું. અમે જાણીએ છીએ તુ કેટલો બહાદુર છો. શેર છો તુ શેર. લવ યૂ.'
પરેશ ઘેલાણીએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, 'ભાઈ વિશ્વાસ નથી થતો કે થોડા દિવસો પહેલા આપણે એ વિશે વાત કરી રહ્યા હતા કે આપણે આપણા જીવનનો આગામી તબક્કો કઈ રીતે પસાર કરશું અને આપણે કેટલા ખુશનસીબ રહ્યા છીએ કે આપણે હરવા-ફરવા અને જિંદગીના તમામ ઉતાર ચડાવ જોયા છે. હું હજુ પણ માનું છુ કે ભગવાનની આપણા પર કૃપા છે અને આપણી આગળની જર્ની પણ એટલી જ ખુબસુરત અને રંગોથી ભરેલી રહેવાની છે, જેવી અત્યાર સુધી રહી છે. ભગવાન દયાળું છે.'
રિપોર્ટસ મુજબ સંજય દત્ત જલ્દી સારવાર માટે વિદેશ જઈ શકે છે. સંજય દત્તે થોડા દિવસો પહેલા પોતાની સારવાર માટે બ્રેક લેવાની જાહેરાત કરી હતી. પરંતુ આ પહેલા તેઓ પોતાની આગામી ફિલ્મ 'સડક 2'નું ડબિંગનું કામ પૂર્ણ કરવા માંગે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement