શોધખોળ કરો
'પ્રસ્થાનમ' રીમેકને લઈને સંજય દત્ત અને ડાયરેક્ટર દેવ કટ્ટાને મ્યૂઝિક કંપની શેમારૂએ મોકલી લીગલ નોટિસ
ફિલ્મ પ્રસ્થાનમમાં સંજય દત્ત મુખ્ય ભૂમિકામા છે. પ્રસ્થાનમ એક તાકતવર રાજકીય લીડર અને તેના પોતાના પારિવારિક સંબંધો પર આધારિત સ્ટોરી છે.

મુંબઈ: સંજય દત્ત હાલ પોતાની ફિલ્મ પ્રસ્થાનમને લઈને ચર્ચામાં છે. પ્રસ્થાનમ તેલુગૂ કલ્ટ ક્લાસિક મૂવી છે જેની રીમેક સંજય દત્ત પ્રોડ્યૂસ કરી રહ્યો છે. આ ફિલ્મનુ નિર્દેશન દેવ કટ્ટા દ્વારા કરવામાં આવી રહ્યું છે તેલુગૂ વર્જનનું નિર્દેશન પણ દેવ કટ્ટાએ જ કર્યું હતું. ફિલ્મ પ્રસ્થાનમમાં સંજય દત્ત મુખ્ય ભૂમિકામા છે. પ્રસ્થાનમ એક તાકતવર રાજકીય લીડર અને તેના પોતાના પારિવારિક સંબંધો પર આધારિત સ્ટોરી છે.
હાલમાં જ રિપોર્ટ્સ સામે આવ્યા હતા કે ફિલ્મનુ ટીઝર સંજય દત્તના જન્મદિવસે એટલે 29 જૂલાઈના રિલીઝ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એન્ટરટેનમેન્ટ કંપની શેમારૂ દ્વારા સંજય દત્ત, તેની પત્ની માન્યતા અને ફિલ્મ ડાયરેક્ટર દેવ કટ્ટાને લીગલ નોટિસ મોકલી છે. આ લીગલ નોટિસ અનુસાર ફિલ્મના રાઈટ્સ શેમારૂ પાસે છે અને જેને લઈને કોઈને પણ આ ફિલ્મની રિમેક બનાવવાનો કોઈ હક નથી. શેમારૂએ સંજય દત્ત, માન્યતા અને દેવ કટ્ટાને આ નોટિસનો જવાબ 72 કલાકમાં આપવાની માંગ કરી છે.
શેમારૂના હેડ કેતન મારૂએ કહ્યું, હા અમે સંજય દત્ત, માન્યતા અને દેવને લીગલ નોટિસ મોકલી છે. ફિલ્મ પ્રસ્થાનમના રાઈટ્સ અમારી પાસે છે અને અમે તેને જૈમિની પાસેથી લીધા હતા. કેતનું કહેવું છે કે કારણ વગર કોઈ મુશ્કેલી ઉભી કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. અમે સાથે મળીને બેસીને વાત કરવા માટે પણ તૈયાર છીએ.View this post on InstagramCan’t imagine my life without you @maanayata! Happy Birthday my love ❤





















