શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આ અભિનેત્રીએ એટલા મોંઘા ઈયરરિંગ્સ પહેર્યાં કે આટલાં રૂપિયામાં તો લક્ઝુરિયસ બંગલો આવી જાય
સ્કારલેટ જોહેનસને પહેરેલા આ ઈયરરિંગ્સની કિંમત લાખોમાં નહીં પણ કરોડો રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આ સુંદર ડાયમંડ ઈયરરિંગ્સની કિંમત 2.1 મિલિયન ડોલર્સ છે.
![આ અભિનેત્રીએ એટલા મોંઘા ઈયરરિંગ્સ પહેર્યાં કે આટલાં રૂપિયામાં તો લક્ઝુરિયસ બંગલો આવી જાય Scarlett Johansson $2.1 Million Diamond Earrings? આ અભિનેત્રીએ એટલા મોંઘા ઈયરરિંગ્સ પહેર્યાં કે આટલાં રૂપિયામાં તો લક્ઝુરિયસ બંગલો આવી જાય](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/11160556/Scarlett-Johansson-Facebook.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હોલિવૂડ અભિનેત્રી સ્કારલેટ જોહેનસન જ્યારે ઓસ્કારના રેડ કાર્પેટ પર પહોંચી તો તેનો લૂક કંઈક અલગ જ જોવા મળ્યો હતો. જ્યારે સ્કારલેટ જોહેનસનની રેડ કાર્પેટ પર એન્ટ્રી જોઈને હાજર લોકો દંગ રહી ગયા હતાં.
સ્કારલેટ જોહેનસનનું ગાઉન Oscar de la Rentaનું હતું અને તેના સુંદર ડાયમંડ ઈયરરિંગ્સ Ankita Koએ ડિઝાઈન કર્યાં હતા. આ ગાઉન અને ડાયમંડના ઈયરરિંગ્સ ખાસ સ્કારલેટ જોહેનસન માટે તૈયાર કરવામાં આવ્યું હતું. સ્કારલેટ જોહેનસને પહેરેલા આ ઈયરરિંગ્સની કિંમત લાખોમાં નહીં પણ કરોડો રૂપિયા હોવાનું સામે આવ્યું છે.
સ્કારલેટ જોહેનસનના આ લોન્ગ ઈયરરિંગ્સમાં રાઉન્ડ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની નીચેની બાજુએ પીયર કટ ડાયમંડ લગાવવામાં આવ્યા છે. આ ડાયમંડ્સ Forevermarkના છે. આ ડાયમંડ્સને 18k વ્હાઈટ ગોલ્ડમાં રોપવામાં આવ્યા હતા જેના કારણે તેને પરફેક્ટ શાઈનમાં મદદ મળે. આ ડાયમંડનું ટોટલ કેરટ વેઈટ 26.65 ctw હતું.
આ સુંદર ડાયમંડ ઈયરરિંગ્સની કિંમત 2.1 મિલિયન ડોલર્સ છે. ભારતીય રૂપિયા પ્રમાણે, આ ડાયમંડ ઈયરિંગ્સની કિંમત આશરે 15 કરોડ રૂપિયા થાય છે.
![આ અભિનેત્રીએ એટલા મોંઘા ઈયરરિંગ્સ પહેર્યાં કે આટલાં રૂપિયામાં તો લક્ઝુરિયસ બંગલો આવી જાય](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/11160435/Scarlett-Johansson.jpg)
![આ અભિનેત્રીએ એટલા મોંઘા ઈયરરિંગ્સ પહેર્યાં કે આટલાં રૂપિયામાં તો લક્ઝુરિયસ બંગલો આવી જાય](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/11160440/Scarlett-Johansson1.jpg)
![આ અભિનેત્રીએ એટલા મોંઘા ઈયરરિંગ્સ પહેર્યાં કે આટલાં રૂપિયામાં તો લક્ઝુરિયસ બંગલો આવી જાય](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/11160446/Scarlett-Johansson2.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)