શોધખોળ કરો
Advertisement
બોલીવુડની આ એક્ટ્રેસના લગ્નની તસવીરો આવી સામે, પ્રેમી સાથે કાશ્મીરમાં ગુપચુપ રીતે કર્યા હતા લગ્ન, જુઓ તસવીરો
ઈદના દિવસે નવાબ શાહે પૂજા સાથેનો ફોટો શેર કર્યો હતો. તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી એમ પણ કહ્યું હતું કે તે ભગવાન પાસે પૂજા જેવી જ પાર્ટનર માંગતો હતો.
મુંબઈઃ બોલિવૂડમાં એક સમયે ટોચની એક્ટ્રેસમાં જેની ગણતરી થતી હતી તે પૂજા બત્રાએ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી અંતર રાખ્યું છે. 2002માં તેણે સર્જન ડોક્ટર સોનૂ અહલૂવાલિયા સાથે લગ્ન કર્યા હતા અને અમેરિકા જઈને વસી ગઈ હતી. પરંતુ આ લગ્ન વધારે ટક્યા ન હતા અને 9 વર્ષ બાદ સોનૂ અને પૂજાના છૂટાછેડા થઈ ગયા. હવે ચર્ચા છે કે 42 વર્ષની બોલિવુડ એક્ટ્રેસ પૂજા બત્રાએ ડોન ટુના એક્ટર નવાબ શાહ સાથે કાશ્મીરમાં ચૂપચાપ લગ્ન કરી લીધા હતા. જેના ફોટા હવે સામે આવ્યા છે.
ઈદના દિવસે નવાબ શાહે પૂજા સાથેનો ફોટો શેર કર્યો હતો. તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી એમ પણ કહ્યું હતું કે તે ભગવાન પાસે પૂજા જેવી જ પાર્ટનર માંગતો હતો. સ્પોટબોયના જણાવ્યા મુજબ આ કપલ તેમના સંબંધમાં એક ડગલુ આગળ વધી ગયું છે. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરમાં જ લગ્ન કરી લીધા હોવાની ચર્ચા હતો. જો કે પૂજાએ આ વાત અંગે ખુલાસો કર્યો નહોતો.
આ પૂજાના બીજા લગ્ન છે. તેણે અગાઉ ઓર્થોપેડિક સર્જન ડો. સોનુ આહલુવાલિયા સાથે લગ્ન કર્યા હતા. 2002માં પરણ્યા પછી તે કેલિફોર્નિય સેટલ થઈ ગઈ હતી. લગ્નના નવ વર્ષ બાદ તેમણે છૂટાછેડા લઈ લીધા હતા. નવાબ છેલ્લે ભાગ મિલ્ખા ભાગ, ટાઈગર ઝિંદા હૈ, ડોન 2, દિલવાલે જેવી ફિલ્મોમાં દેખાયો હતો. પૂજા વિરાસત, હસીના માન જાયેગી, નાયક, એબીસીડી 2 જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement