શોધખોળ કરો
Advertisement
26 વર્ષની એક્ટ્રેસ કરવા જઈ રહી છે 68 વર્ષના એક્ટર સાથે લગ્ન, જાણો શું છે સત્ય!
સેલેનાની આ પોસ્ટે તેના ફેન્સના હેરાન કરી મૂક્યા છે અને તેને આ વાતને લઈને ફેન્સ સવાલ પૂછી રહ્યા છે.
નવી દિલ્હીઃ હોલિવૂડની જાણીતી એક્ટ્રેસ સેલેના ગોમેજ પોતાના એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. સેલેના ગોમેજે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રથમ વખત ભાગ લીધો અને તેણે રેડ કાર્પેટની કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, તે પોતાના 68 વર્ષીય કો-એક્ટર બિલ મુરે (Bill Murray) ની સાથે ટૂંકમાં જ લગ્ન કરવાની છે.
સેલેનાની આ પોસ્ટે તેના ફેન્સના હેરાન કરી મૂક્યા છે અને તેને આ વાતને લઈને ફેન્સ સવાલ પૂછી રહ્યા છે. પરંતુ જો સેલેના કેપ્શનને ધ્યાનથી વાંચવામાં આવે તો સ્પષ્ટ સમજાય છે કે, તેને લગ્નની વાત મજાકમાં કરી છે.
ખરેખર, સેલેના ગોમેજ જલ્દી એક ફિલ્મ ‘ધ ડેડ ડોન્ટ લાઈ’માં બિલ મુરે સાથે સ્ક્રીન શેર કરતા દેખાશે. આ ફિલ્મ માટે જ કાસ્ટ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી. અભિનેત્રી સલીનાએ દિગ્ગજ અભિનેતા બિલ મુરે સાથે સ્ક્રીન શેર કરવાના મુવમેન્ટ વિશે તેની ભાવનાઓને વ્યક્ત કરતા પોસ્ટમાં લખ્યું કે, ‘પહેલી વાર હું કાન્સ ગઈ, જિમ અને બાકી કાસ્ટ સાથે આ ફિલ્મનો હિસ્સો બની મને ઘણું ગૌરવ થઈ રહ્યું છે.’ આગલ બિલ માટે તેણે મજાકિયા આંદાજમાં લખ્યું કે, ‘અને હાં, હું અને બિલ મુરે લગ્ન કરવા જઈ રહ્યા છે.’ જો બીજી તરફ બિલ મુરેની વાત કરીએ તો તેઓ ઇન્ટરવ્યૂમાં મોટાભાગે સલીનાના ઘણા વખાણ કરતા જ દેખાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion