શોધખોળ કરો
Advertisement
મોદી સરકારની ટીકા કરતાં ટ્રોલ થઈ આ એક્ટ્રેસ, યૂઝર્સે કહ્યું- દેશ છોડીને જતા રહો...
એકટ્રેસે જે કાર્યક્રમ દરમિયાન આ વાત કહી તે કાર્યક્રમમાં મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ પણ ઉપસ્થિત હતા.
નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેત્રી શબાના આજમીએ હાલમાં જ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ઇન્દોરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે ઘણી વાતો કહી છે. તેમનું કહેવું છે કે, આજકાલ એવી સ્થિતિ છે કે સરકારની ટીકા કરનારને દેશદ્રોહી જાહેર કરી દેવામાં આવે છે, પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી કારણ કે તેમનું દેશભક્તિનું કોઈ સર્ટિફિકેટ નથી જોઈતું.
એકટ્રેસે જે કાર્યક્રમ દરમિયાન આ વાત કહી તે કાર્યક્રમમાં મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ પણ ઉપસ્થિત હતા. તેમનું આ નિવેદન વાયરલ થતાં યૂઝર્સ તેમને દેશ છોડીને જતા રહેવાની સલાહ આપવા લાગ્યા.
એક યૂઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘પહેલા તું દેશ બહાર નીકળ પછી લેક્ચર આપજે’. તો બીજા એક યૂઝરે કહ્યું કે, મહેરબાની કરીને ખોટી વાત ન ફેલાવ. અન્ય એક યૂઝરે કહ્યું કે, ‘તું ક્યારથી દેશની ચિંતા કરવા લાગી?’. આ પહેલા જ્યારે શબાના આઝમીએ પીએમ મોદીને લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીતને લઈને શુભેચ્છા પાઠવી ત્યારે પણ લોકોએ તેમને ટ્રોલ કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement