શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
કોરોના વાયરસની અસર: શાહિદ કપૂરની ફિલ્મ ‘જર્સી’નું શૂટિગ સ્થગિત કરાયું
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને પણ કોરોના વાયરસથી મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. સરકારે અનેક મોટા મોટા શહેરો, દિલ્હી,કર્ણાટક, ઓડિશા અને કેરળમાં સિનેમાં હોલ્સ અને થિયેટર બંધ કરવાનો આદેશ આપ્યો છે.
મુંબઈ: કોરોના વાયરસની અસર બૉલિવૂડ ઈન્ડસ્ટ્રી પણ જોવા મળી રહી છે. કોરોનાના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. અનેક ફિલ્મોની રિલીઝ ડેટ અને શૂટિંગ રોકી દેવામાં આવી છે. તેની વચ્ચે શાહિદ કપૂરની ફિલ્મ ‘જર્સી’નું શૂંટિગ પણ રોકી દેવામાં આવ્યું છે. આ અંગે શાહિદ કપૂરે ખુદ સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી.
શાહિદે ટ્વિટર પર લખ્યું કે, આ પરિસ્થિતિઓમાં આપણી સામાજીક જવાબદારી બને છે કે આ વાયરસથી બચવા માટે પોતાના તરફથી દરેક સંભવિત પ્રયાસ કરવા જોઈએ. ટીમ જર્સીએ પોતાની આગામી શૂટિંગ રોકી દીધી છે. બધાને ઘરે જઈને પોતાનું ધ્યાન રાખે અને પરિવારનું પણ ધ્યાન રાખવા કહેવામાં આવ્યું છે. જવાબદારી નિભાવો. સુરક્ષિત રહો.
ફિલ્મ જર્સી તેલુગુ ફિલ્મની રિમેક છે. જેમાં શાહિદ કપૂર એક ક્રિકેટરનો ભૂમિકા ભજવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને પણ કોરોના વાયરસથી મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. સરકારે અનેક મોટા મોટા શહેરો, દિલ્હી,કર્ણાટક, ઓડિશા અને કેરળમાં સિનેમાં હોલ્સ અને થિયેટર બંધ કરવાનો આદેશ આપ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion