શોધખોળ કરો
Advertisement
શાહિદ કપૂરની પત્ની મીરાને ધોની-કોહલી નહીં પણ આ ક્રિકેટર પર છે ક્રશ, ખુદ કર્યો ખુલાસો
ફેન્સે મીરાને તેના ક્રશ વિશે સવાલ કર્યો તો મીરાએ ખૂબજ ચોંકાવનારો જવાબ આપ્યો હતો.
બોલિવૂડ એક્ટર શાહિદ કપુરની પત્ની મીરા રાજપૂત સૌથી ચર્ચિત સ્ટાર પત્નીઓમાંથી એક છે. નોન ફિલ્મી બેકગ્રાઉન્ડ બાદ પણ મીરાની લોકપ્રિયતા કોઈ સેલેબથી ઓછી નથી. તાજેતરમાં જ તેણે ઇંસ્ટાગ્રામ પર એક ' આસ્ક મી એનિથિંગ'નું સેશન કર્યું જેમાં તેણે ફેન્સના સવાલોના જવાબ આપ્યો હતો.
તે દરમિયાન ફેન્સે તેને તેના ક્રશ વિશે સવાલ કર્યો તો મીરાએ ખૂબજ ચોંકાવનારો જવાબ આપ્યો હતો. તેણે પતિ શાહિદ કપૂર નહીં પરંતુ સાઉથ અફ્રિકાના ક્રિકેટર એબી ડિવિલિયર્સ પર ક્રશ છે અને તે તેને ખૂબજ પસંદ કરે છે. મીરાએ તેની સાથે પોતાની પર્સનલ જિંદગીના અનેક રાઝ પણ ખોલ્યા હતા. જ્યારે તેને પૂછવામાં આવ્યું હતું કે,તેની અને શાહિદ વચ્ચે વિવાદ થયા છે તો કોણ જીતે છે. મીરાએ કહ્યું- હું બીજુ કોણ ?
જ્યારે મીરાને ફેવરિટ ફેમિલી મેમ્બર વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, આ ખૂબજ સરળ સવાલ છે. હું પોતાની બહેન, માતા, બાળકો અને પતિને ખૂબજ પ્રેમ કરું છું પરંતુ મારા ફેવરિટ ફેમિલી મેમ્બર મારા પિતા છે.
ઉલ્લેખનીય છે કે મીરાએ જુલાઈ 2015માં શાહિદ સાથે લગ્ન કર્યા હતા. મીરા દિલ્હીની છે અને શાહિદ અને તેના અરેન્જ મેરેજ થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion