શોધખોળ કરો
Video: દિકરા આર્યને આ રીતે દબાવ્યું શાહરૂખ ખાનનું ગળું, જુઓ શું થયું તે પછી

મુંબઈ: શાહરૂખ ખાન અને તેના દિકરા આર્યન ખાનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જે શાહરૂખના ફેનક્લબ દ્વારા પોસ્ટ કરાયો છે. આ વીડિયોમાં આર્યન તેના પપ્પા કરતા વધારે તાકત છે તેમ બતાવે છે. આ વીડિયોમાં આર્યન થોડો નાનો હતો તે સમયનો છે. શાહરૂખ અને આર્યન બંને ફાઈટની પ્રેક્ટિસ કરી રહ્યા છે. તે સમયે કરાટે શીખા રહેલા આર્યને શાહરૂખના ગળા આસપાસ હાથ વીટાળીને દબાવી રહ્યો છે. આર્યને હાથ જોરથી દબાવતા શાહરૂખ તેને હાથ ખોલી નાખવા કહે છે પણ આર્યન માનતો નથી. આર્યન શાહરૂખને કહે છે કે જ્યાં સુધી તે માત્તે નહિ બોલે ત્યાં સુધી તે હાથ નહિ છોડે. આ શબ્દનો પ્રયોગ માર્શલ આર્ટ્સમાં પ્રતિદ્વંદી જ્યારે હાર માની લે ત્યારે બોલે છે અને હાર કબુલે છે. અંતે શાહરૂખે દિકરા સામે હાર માની લેવી પડે છે અને આર્યન એ પછી જ તેને છોડે છે. જુઓ વીડિયો.
વધુ વાંચો





















