શોધખોળ કરો
Viral Video: સેલ્ફી લઈ રહેલ ફેનની સાથે આ એક્ટ્રેસે કરી એવી હરકત, થઈ ટ્રોલ
![Viral Video: સેલ્ફી લઈ રહેલ ફેનની સાથે આ એક્ટ્રેસે કરી એવી હરકત, થઈ ટ્રોલ shamita shetty got trolled over untamed behavior with fan taking selfie see video Viral Video: સેલ્ફી લઈ રહેલ ફેનની સાથે આ એક્ટ્રેસે કરી એવી હરકત, થઈ ટ્રોલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/18122110/shamita-shetty.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શમિતા શેટ્ટી હાલમાં જ પોતાના એક ફેન સાથે ખરાબ વ્યવહારને લઈને ટ્રોલ થઈ રહી છે. શમિતા ફિલ્મોથી ભલે ગાયબ હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર તેની ચર્ચા ખૂબ રહે છે. તે સોશિયલ મીડિયા પર તેના ફેન્સ પણ ઘણાં છે. હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શમિતા પોતાની કાર તરફ આગળ વધે છે. ત્યારે જ તેની એક ફેન તેની સાથે એક તસવીર લેવા માટે સામે આવે છે. જુઓ વીડિયો....
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે શમિતાને જોઈને તેની ફેન ખૂબ જ નવરસ થઈ જાય છે. જેના કારણે તે સેલ્ફી લેવા માટે પોતાનો કેમેરો સેટ નથી કરી શકતી. ત્યારે શમિતા યુવતીની હરકતથી તે નારાજ થઈ જાય છે. ત્યાર બાદ શમિતા ફેનનો હાથ પકડી લે છે અને કેમેરો સેટ કરે છે. શમિતાનો આ અંદાજ સોશિયલ મીડિયા યૂર્સને કંઈ ખાસ પસંદ ન પડ્યો. જેના કારણે તે હવે શમિતાને ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યૂઝર્સે શમિતાને ટ્રોલ કરતાં લખ્યું કે, “શમિતાએ તો યુવતીનો આભાર માનવો જોઈએ કે કોઈ તેની સાથે તસવીર પણ લેવા માગે છે.’ જ્યારે કેટલાકે લખ્યું, “શમિતા પોતાની જાતને શું સમજે છે કે તે શું છે?”View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)