શોધખોળ કરો
ગ્રાહક સાથે સેક્સ માણતાં પકડાયેલી આ ટીવી એક્ટ્રેસે કરી સગાઈ, જાણો કોણ છે તેનો મંગેતર ?
1/9

મુંબઈઃ શ્વેતા બસુ તેની સગાઇના સમાચારોને પગલે સમાચારોમાં આવી ગઇ છે. સ્ટાર પ્લસ પર આવતા શો ચંદ્ર નંદિનીમાં નંદિનીનું કિરદાર નિભાવનાર શ્વેતા બસુએ એક વર્ષ પહેલા જ પોતાના બોયફ્રેન્ડ રોહિત મિત્તલ સાથે સગાઇ કરી હોવાનો ખુલાસો સોમવારે કર્યો હતો. થોડા સમય પહેલા જ શ્વેતા બસુ સેક્સ સ્કેન્ડલમાં ફસાઈ હતી.
2/9

શ્વેતાને તેની વર્ષ 2002માં આવેલી ફિલ્મ 'મકડી' માટે બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટનો નેશનલ એવોર્ડ મળ્યો છે.
3/9

શ્વેતા અને રોહિત ગત ચાર વર્ષથી રિલેશનમાં છે. શ્વેતાએ ગોવા ટ્રિપ દરમિયાન બોયફ્રેન્ડ રોહિતને સામેથી પ્રપોઝ કર્યું હતું. બંને લગ્ન કરશે તે વાત પાકી છે પણ તે બંનેને લગ્નની કોઇ જ ઉતાવળ નથી.
4/9

તમિલ અને તેલુગુ ફિલ્મોમાં મોટાભાગે કામ કરનારી શ્વેવા છેલ્લી વખત બોલિવૂડ ફિલ્મ 'બદ્રીનાથ કી દુલહનિયા'માં વરૂણ ધવનની ભાભી તરીકે જોવા મળી હતી.
5/9

આ ઉપરાંત તે ટીવીની ખુબજ જાણીતી સિરિયલ 'કહાની ઘર ઘર કી'નો પણ ભાગ હતી.
6/9

શ્વેતાએ કહ્યું કે, અમે બંને ખૂબજ પ્રાઇવેટ પર્સન છીએ તેથી જ અમે અમારી કોઇ અંગત વાત જાહેરમાં કરવામાં માનતા નથી.
7/9

8/9

મીડિયા અહેવાલ અનુસાર, બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપ દ્વારા આ બંને મળ્યા હતાં.
9/9

શ્વેતાએ જણાવ્યું હતું કે આ વાત સાચી છે કે મેં અને રોહિતે સગાઇ ગયા વર્ષે અમારા બંનેના પરિવારની હાજરીમાં કરી લીધી છે. અમે બંને અમારા કામોમાં વ્યસ્ત છીએ અને અમારા વ્યકિતગત જીવનને અંગત તેમ જ મીડિયાથી દૂર રાખવા માગીએ છીએ.
Published at : 05 Jun 2018 10:17 AM (IST)
View More
Advertisement





















