શોધખોળ કરો

બ્રેકિંગ ન્યૂઝ: લિજેન્ડરી ગાયિકા આશા ભોંસલેને હાર્ટ એટેક, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કરાયા દાખલ

ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધારક અને બોલિવૂડની દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેને શનિવારે હૃદયરોગનો હુમલો આવતા ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આશા ભોંસલેને હૃદયરોગનો હુમલો, મુંબઈ હોસ્પિટલમાં દાખલ.
  • 20 થી વધુ ભાષાઓમાં 12,000 થી વધુ ગીતો ગાયા.
  • 1948 માં શરૂઆત, આર.ડી. બર્મન સાથે રચ્યો ઈતિહાસ.
  • દેશ તેમના વહેલા સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યો છે.

Asha Bhosle Heart Attack: બોલિવૂડ જગત અને સંગીત પ્રેમીઓ માટે એક ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય સંગીતની શાન ગણાતા લિજેન્ડરી ગાયિકા આશા ભોંસલેને શનિવારે હૃદયરોગનો હુમલો (હાર્ટ એટેક) આવ્યો છે. તબિયત અચાનક બગડતા તેમને તાત્કાલિક મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં ત્યાં તેમની સઘન સારવાર ચાલી રહી છે. જોકે, હોસ્પિટલ પ્રશાસન કે પરિવાર તરફથી હજુ સુધી તેમના સ્વાસ્થ્ય અંગે કોઈ સત્તાવાર અપડેટ કે પુષ્ટિ કરવામાં આવી નથી. આ સમાચાર મળતા જ હોસ્પિટલ બહાર મીડિયા અને પાપારાઝીની ભીડ જમા થઈ ગઈ છે અને તેમના અસંખ્ય ચાહકોમાં ભારે નિરાશા અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

20 ભાષાઓમાં ગાયા છે 12,000 થી વધુ ગીતો

આશા ભોંસલેનું નામ બોલિવૂડની સૌથી મહાન અને દિગ્ગજ ગાયિકાઓમાં ગણાય છે. 8 સપ્ટેમ્બર 1933 ના રોજ જન્મેલા આશાજીએ પોતાની શાનદાર કારકિર્દીમાં 20 થી વધુ ભાષાઓમાં 12,000 થી વધુ ગીતો ગાયા છે. સંગીતના ઈતિહાસમાં સૌથી વધુ ગીતો રેકોર્ડ કરવાનો 'ગિનીસ વર્લ્ડ રેકોર્ડ' પણ તેમના જ નામે છે. ભારતનાં બુલબુલ અને ફિલ્મ જગતની સુપરસ્ટાર ગણાતા સ્વરકોકિલા લતા મંગેશકર તેમના મોટા બહેન છે. આશાજીએ પોતાના સુમધુર અવાજ અને અનોખી અદાથી દાયકાઓ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર એકચક્રી રાજ કર્યું છે અને આજે 70 થી વધુ વર્ષોથી તેઓ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે.

1948 માં કરી હતી શરૂઆત, આર.ડી. બર્મન સાથે રચ્યો ઈતિહાસ

આશાજીની મ્યુઝિકલ જર્નીની શરૂઆત વર્ષ 1948 માં આવેલી ફિલ્મ "ચુનરિયા" ના ગીત "સાવન આયા હૈ" થી થઈ હતી. ધીમે ધીમે તેમણે પોતાની ગાયકીથી 2200 થી વધુ ફિલ્મોમાં જાદુ પાથર્યો અને એક અંદાજ મુજબ તેમની આખી કારકિર્દીમાં તેમણે લગભગ 16,000 જેટલા ગીતો રેકોર્ડ કર્યા છે. તેમણે માત્ર હિન્દી જ નહીં, પરંતુ ગુજરાતી, મરાઠી, બંગાળી, પંજાબી, ભોજપુરી, તમિલ, મલયાલમ, અંગ્રેજી અને રશિયન જેવી અનેક ભાષાઓમાં પોતાનો અવાજ આપ્યો છે.

તેમના અંગત જીવનની વાત કરીએ તો, તેમના લગ્ન બોલિવૂડના દિગ્ગજ અને સુપરસ્ટાર સંગીત નિર્દેશક આર.ડી. બર્મન (R.D. Burman) સાથે થયા હતા. આ જોડીએ હિન્દી સિનેમાને અનેક સદાબહાર અને સુપરહિટ ગીતો આપ્યા છે. સંગીત ક્ષેત્રે તેમના આ જંગી યોગદાનને જોતા વર્ષ 2008 માં ભારત સરકાર દ્વારા તેમને 'પદ્મ વિભૂષણ' થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે બીજા ડઝનબંધ પુરસ્કારો પોતાના નામે કર્યા છે. હાલ આખો દેશ તેઓ વહેલી તકે સ્વસ્થ થઈને ઘરે પરત ફરે તેવી પ્રાર્થના કરી રહ્યો છે.

Frequently Asked Questions

આશા ભોંસલેને શું થયું છે?

આશા ભોંસલેને હૃદયરોગનો હુમલો આવ્યો છે. તેમને તાત્કાલિક મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આશા ભોંસલેએ કેટલી ભાષાઓમાં ગીતો ગાયા છે?

આશા ભોંસલેએ 20 થી વધુ ભાષાઓમાં 12,000 થી વધુ ગીતો ગાયા છે. તેમણે હિન્દી, ગુજરાતી, મરાઠી, બંગાળી, તમિલ અને અંગ્રેજી જેવી અનેક ભાષાઓમાં પોતાનો અવાજ આપ્યો છે.

આશા ભોંસલેની કારકિર્દીની શરૂઆત ક્યારે થઈ?

આશા ભોંસલેની મ્યુઝિકલ જર્નીની શરૂઆત વર્ષ 1948 માં આવેલી ફિલ્મ 'ચુનરિયા' થી થઈ હતી. તેમણે 70 થી વધુ વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે.

આશા ભોંસલેને કયા મોટા પુરસ્કારો મળ્યા છે?

આશા ભોંસલેને ભારત સરકાર દ્વારા વર્ષ 2008 માં 'પદ્મ વિભૂષણ' થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે બીજા ડઝનબંધ પુરસ્કારો પણ પોતાના નામે કર્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
Embed widget