શોધખોળ કરો

Daler mehndi gets jail: જાણીતા પંજાબી સિંગર દલેર મહેંદીને 2 વર્ષની જેલની સજા, જાણો શું હતો કેસ

જાણીતા પંજાબી સિંગર દલેર મહેંદીને 2 વર્ષની જેલની સજા થઈ છે. પટિયાલા કોર્ટમાં આજે થયેલી સુનાવણીમાં જજ HS ગ્રિવાલે દલેર મહેંદીએ કરેલી અપિલને ફગાવી દીધી હતી.

Daler mehndi gets jail: જાણીતા પંજાબી સિંગર દલેર મહેંદીને 2 વર્ષની જેલની સજા થઈ છે. પટિયાલા કોર્ટમાં આજે થયેલી સુનાવણીમાં જજ HS ગ્રિવાલે દલેર મહેંદીએ કરેલી અપિલને ફગાવી દીધી હતી. દલેર મહેંદીને આ સજા વર્ષ 2003માં થયેલા માનવ તસ્કરીના કેસમાં મળી છે. 

ગાયક દલેર મહેંદીને 2003ના માનવ તસ્કરીના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે દલેર મહેંદીને સજા સંભળાવ્યા બાદ પોલીસે દલેર મહેંદીને કસ્ટડીમાં લેવી છે. પ્રોબેશન પર છોડવા માટેની દલેર મહેંદીની અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. ફરિયાદીની વકિલ ગુરમિતસિંહે આ અંગે જાણકારી આપી હતી.

શું હતો કેસઃ
2003માં દલેર મહેંદી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમના ઉપર ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલવાનો આરોપ હતો. એવું કહેવાય છે કે આ કરવા માટે દલેર મહેંદીએ લોકો પાસેથી મોટી રકમ પણ ભેગી કરી હતી. 1998 અને 1999 ની વચ્ચે, દલેર મહેંદીએ સાન ફ્રાન્સિસ્કો અને ન્યુ જર્સીમાં ઓછામાં ઓછા 10 લોકોને ગેરકાયદેસર રીતે પહોંચાડ્યા હતા. આ પછી દલેર મહેંદી અને તેના દિવંગત ભાઈ શમશેર સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કેસ નોંધાયા બાદ બંને ભાઈઓ વિરુદ્ધ 35 જેટલી ફરિયાદો નોંધાઈ હતી.

દલેર મહેંદી અને શમશેર સિંહ લોકોને વિદેશ લઈ જવા માટે પેસેજ મની તરીકે 1 કરોડ લેતા હતા. 2006માં દિલ્હીના કનોટ પ્લેસમાં આવેલી તેમની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી કેસ ફાઈલના દસ્તાવેજો અને પાસના પૈસા મળી આવ્યા હતા. 2018માં, પંજાબની પટિયાલા કોર્ટે 2003ના આ માનવ તસ્કરી કેસમાં દલેરને દોષિત જાહેર કર્યો અને તેને બે વર્ષની જેલની સજા ફટકારી. પરંતુ સજા સંભળાવ્યાના 30 મિનિટ બાદ જ દલેર મહેંદીને કોર્ટે જામીન આપી દીધા હતા.

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
Embed widget