શોધખોળ કરો
Advertisement
આઈસ બાથ બાદ 1 કપ પેશાબ ગટગટાવી ગઈ આ જાણીતી સિંગર, VIDEO થયો વાયરલ
વીડિયોમાં બરફથી સ્નાન કર્યા બાદ તે ટબમાંથી બહાર નીકળી અને પછી તે પહેલા તેના મોજાં કાઢી નાખે છે.
નવી દિલ્હીઃ ઘણા લોકોની અજીબ આદતો હોય છે. એવી જ રીતે જાણીતી સિંગર મૈડોનાએ તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સિંગર બરફથી સ્નાન કરી રહી છે અને તે પછી એક કપ પેશાબ પી રહી છે. મૈડોનાએ 17 નવેમ્બરે એટલે કે રવિવારે આ વીડિયો પોસ્ટ કર્યો છે અને બધાને ચોંકાવી દીધા છે.
મેડોના હાલ મ્યૂઝિકલ ઈવેન્ટ માટે ‘મેડમ એક્સ ટૂર’ પર છે. વીડિયો શેર કરતા સિંગરે લખ્યું- ICE TRAY-NEW DRIP-3:am Ice Batch. શું તમે આઈસ બાથ ચલેન્જ શરૂ કરી શકો છો? 41 ડિગ્રી, ઈજા માટે સૌથી સારી સારવાર”. વીડિયોમાં તેની સાથે પરફોર્મર અહલમલિક વિલિયમ્સ સાથે હોટલના બાથરૂમમાં જોવા મળી રહ્યો છે.
વીડિયોમાં બરફથી સ્નાન કર્યા બાદ તે ટબમાંથી બહાર નીકળી અને પછી તે પહેલા તેના મોજાં કાઢી નાખે છે. ત્યારબાદ સફેદ કપમાં પીળા રંગનું કંઈક પ્રવાહી પીતી જોવા મળે છે કે જે તેની સારવારનો એક ભાગ છે. તે કહે છે કે બર્ફીલા પાણીમાંથી બહાર નીકળ્યા પછી પેશાબ પીવો એ ખરેખર સ્વાસ્થય માટે સારું છે.” સિંગરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જો કે આવું પહેલી વાર નથી બન્યું કે મૈડોનાએ સારવાર તરીકે પેશાબનો ઉપયોગ કર્યો હોય. આ પહેલાં પણ પેશાબનો ઉપયોગ કરીને પગના ઘામાંથી રૂઝ આવવા માટે કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, મૈડોના એક અમેરિકન ગાયક, ગીત લેખક અને અભિનેત્રી છે. તે 61 વર્ષની ઉંમરે પણ તેણે પોતાની જાતને સારી રીતે સાચવી રાખી છે અને ફિટ રાખી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement