શોધખોળ કરો
Advertisement
સાઉથની આ હૉટ સિંગરે ગુપચુપ રીતે બિઝનેસમેન સાથે કરી લીધી સગાઇ, હવે કરશે બીજા લગ્ન
લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે 42 વર્ષીય સુનિતા ઉપદ્રષ્ટાએ એક ખાનગી કાર્યક્રમમાં એક બિઝનેસમેન સાથે સગાઇ કરી લીધી છે, સુનિતા ઉપદ્રષ્ટા એક જાણીતી સિંગર, હૉસ્ટ અને ડબિંગ આર્ટિસ્ટ છે
નવી દિલ્હીઃ જાણીતી સિંગર સુનિતા ઉપદ્રષ્ટા એકવાર ફરીથી પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં આવી છે. ખરેખરમાં રિપોર્ટ છે કે એકવાર ફરીથી તે લગ્ન કરવા જઇ રહી છે. લેટેસ્ટ રિપોર્ટનુ માનીએ તો કહેવાઇ રહ્યું છે કે તે બહુ જલ્દી બીજીવાર લગ્ન કરવા જઇ રહી છે. જોકે હજુ સુધી લગ્નને લઇને સુનિતા ઉપદ્રષ્ટાએ કોઇ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપ્યુ. સુનિતા ઉપદ્રષ્ટા દાયકાઓથી સિંગલ મધર છે, અને ટીવી પ્રૉડ્યૂસર કિરણની એક્સ વાઇફ છે.
હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે 42 વર્ષીય સુનિતા ઉપદ્રષ્ટાએ એક ખાનગી કાર્યક્રમમાં એક બિઝનેસમેન સાથે સગાઇ કરી લીધી છે, સુનિતા ઉપદ્રષ્ટા એક જાણીતી સિંગર, હૉસ્ટ અને ડબિંગ આર્ટિસ્ટ છે. સુનિતાએ એક મીડિયા હાઉસના અધ્યક્ષ સાથે સગાઇ કરી. સુનિતાના લગ્નની તારીખની જાહેરાત થવાની બાકી છે.
આ પહેલા સુનિતા ઉપદ્રષ્ટાએ માત્ર 19 વર્ષની ઉંમરમાં ટીવી પ્રૉડ્યૂસર કિરણ સાથે લગ્ન કરી લીધા હતા. બન્નેનુ આ લગ્ન જીવન થોડાક વર્ષો જ ચાલી શક્યુ, અને બહુ જલ્દી બન્ને એકબીજાથી અલગ થઇ ગયા હતા. સુનિતા ઉપદ્રષ્ટાએ તેલુગુમાં કેટલાય ગીતોની રચના કરી છે, અને પોતાના ગીતો માટે કેટલાય રાજ્ય પુરસ્કાર જીત્યા છે.
સુનિતા ઉપદ્રષ્ટાએ પોતાની ફિલ્મ સિંગિંગ કેરિયરની શરૂઆત ગીત એ વેલા લો નીવુથી કરી હતી, જેને સિરીવનેલા સીતારામ શાસ્ત્રીએ લખ્યુ હતુ. ગાયકે 1997માં કન્નડ ભૂમિ ગીતામાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ફિલ્મ માટે સિંગલ ગાયુ. સંગીત વાદક ઇલૈયારાજાએ આને મ્યૂઝિક આપ્યુ. સુનિતા ઉપદ્રષ્ટાનુ હાલની ગીત નીલી નીલી ઉર્ફસમ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement